Farmers Protest: કિસાનો સાથે વાતચીતની રણનીતિ તૈયાર, New Farm Law રદ્દ નહીં કરે સરકાર!
Farmers Protest: કિસાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે નવા કૃષિ કાયદા (New Farm Law) પ આગામી રાઉન્ડની વાતચીત કાલે (30 ડિસેમ્બર, બુધવાર)ના થવાની છે. આ પહેલા કિસાનોના મુદ્દા પર ગૃહ મંત્રી અમિત શાહના આવાસ પર ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GOM)ની બેઠક યોજાઈ હતી.
નવી દિલ્હીઃ આંદોલન કરી રહેલા કિસાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે નવા કૃષિ કાયદા (New Farm Law) પ આગામી રાઉન્ડની વાતચીત કાલે (30 ડિસેમ્બર, બુધવાર)ના થવાની છે. આ પહેલા કિસાનોના મુદ્દા પર ગૃહ મંત્રી અમિત શાહના આવાસ પર ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GOM)ની બેઠક યોજાઈ હતી. આ બેઠક આશરે બે કલાક ચાલી છે. બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય રેલ મંત્રી પીયુષ ગોયલ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા સહિત ગૃહ મંત્રાલય અને કૃષિ મંત્રાલયના બીજા અધિકારી હાજર રહ્યાં હતા.
વાતચીતની રણનીતિ તૈયાર!
બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)એ કહ્યુ કે, કાલે કિસાનો સાથે જે વાતચીત થશે તેના પર આશા છે કે સરકાર સકારાત્મક પગલાની સાથે આગળ વધશે. તો સૂત્રોનું કહેવું છે કે સરકારનો કિસાનો સાથે વાતચીતની ફોર્મ્યુલા તૈયાર થઈ ચુકી છે. સરકાર કાયદાને રદ્દ કરશે નહીં. કાલે વાતચીતમાં કિસાનોને સરકાર પ્રસ્તાવ આવશે અને કાયદા પર કિસાનોના સૂચનોનો સ્વીકાર કરી શકે છે.
આ પણ વાંચોઃ કાલે સરકાર સાથે ચર્ચા પહેલા કિસાનોએ મોકલ્યો લેટર, જણાવી પોતાની વાત
સોમવારે પણ યોજાઈ હતી બેઠક
મહત્વનું છે કે નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાન સંગઠનોના પ્રતિનિદિઓ અને સરકાર વચ્ચે આગામી બેઠક 30 ડિસેમ્બરે બપોરે 2 કલાકે વિજ્ઞાન ભવનમાં આયોજીત થશે. સરકાર તરફથી સોમવારે આ બાબતે કિસાન સંગઠનોને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. સોમવારે પણ અમિત શાહ અને પીયુષ ગોયલ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કિસાનોની સાથે આગામી બેઠકને લઈ નિર્ણય કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર તરફથી કિસાનોને જાણ કરવામાં આવી છે કે ત્રણેય કૃષિ કાયદાની સાથે સરકાર કિસાનો દ્વારા ઉઠાવવામાં આવેલા હવા પ્રદુષણ અને વીજળી સાથે જોડાયેલા મુદ્દે પણ ચર્ચા કરવા તૈયાર છે. ભારત સરકાર તરફથી સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલ તરફથી સંયુક્ત કિસાન મોર્ચાને મોકલવામાં આવેલા પત્રમાં લખ્યું, 'તમારા દ્વારા જાણ કરવામાં આવી છે કે કિસાન સંગઠન ખુલા મનથી વાર્તા કરવા હંમેશા તૈયાર છે અને રહેશે. ભારત સરકાર પણ સારી નિયત તથા ખુલ્લા મનથી પ્રાસંગિક મુદ્દાના તર્કપૂર્ણ સમાધાન કરવા માટે પ્રતિબદ્ધ છે.' આ પત્રના જવાબમાં મંગળવારે સંયુક્ત કિસાન મોર્ચાએ પણ પોતાની સહમતિ વ્યક્ત કરી છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube