નવી દિલ્હીઃ કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ કિસાન દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. તો આ મુદ્દા પર ગૃહમંત્રી અમિત શાહ પ્રધાનમંત્રી મોદીને મળવા પહોંચ્યા હતા. શનિવારે કિસાન સંગઠનો સાથે પાંચમાં રાઉન્ડની વાતચીત પહેલા મોટી મીટિંગ થી. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયુષ ગોયલ હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીની સાથે કિસાન આંદોલનને લઈને ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયુષ ગોયલ વચ્ચે યોજાયેલી બેઠક સમાપ્ત થઈ છે. આ બેઠક આશરે બે કલાક ચાલી હતી. 


બેઠક પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, આજે બપોરે 2 કલાકે કિસાનોની સાથે બેઠક નક્કી છે. મને આશા છે કે કિસાન સકારાત્મક વિચારશે અને પોતાનું આંદોલન સમાપ્ત કરશે. 


કિસાન આંદોલનમાં યુવીના પિતા યોગરાજના વિવાદિત નિવેદનથી બબાલ, હિન્દુઓને કહ્યાં ગદ્દાર  


આ વચ્ચે કિસાન મહાપંચાયતના નેતા રામપાલ જાટે કહ્યુ કે, સરકારે ત્રણ કાળા કાયદા પરત લેવાની જાહેરાત કરવી જોઈએ અને તેને લેખિતમાં આપવું પડશે કે એમએસપી યથાવત રહેશે. જો આજની વાર્તામાં કોઈ સકારાત્મક પરિણામ આવશે નહીં તો રાજસ્થાનના કિસાન એનએચ-8ની સાથે દિલ્હી તરફ માર્ચ કરશે અને જંતરમંતર પર ભેગા થશે.


મહત્વનું છે કે કિસાન કૃષિ કાયદો પાછો લેવાની માગ પર અડિગ છે. કિસાન ન્યૂયનતમ સમર્થન મૂળ્ય એટલે કે એમએસપી પર મજબૂત વિશ્વાસ ઈચ્છે છે. કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની વાત માની રહી નથી પરંતુ કિસાનોની કેટલીક માગ સ્વીકારવા પર રાજી થઈ શકે છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube