નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં કિસાનોની એન્ટ્રી બંધ છે. દિલ્હી ચલો માર્ચ હેઠળ પંજાબ અને હરિયાણાના હજારો કિસાન નિકળી પડ્યા છે. હરિયાણામાં ઘણા સ્થાનો પર કિસાનોને રોકવામાં આવ્યા છે. ન માનવા પર ટીયર ગેસ અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. બોર્ડર પર સઘન ચેકિંગ અભિયાનથી ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી છે. તો એનસીઆરના શહેરોમાં દિલ્હીથી મેટ્રો સેવા બંધ રહેવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુડગાંવ, નોઇડા, ગાઝિયાબાદથી દિલ્હી આવનાર લોકોએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી અને પંજાબની સરકારો ખુલીને આંદોલનના સમર્થનમાં આવી ગઈ છે. ટિકરી બોર્ડર, સિંધુ બોર્ડર, પંજાબ હરિયાણા બોર્ડર પર ઘર્ષણ થયું ત્યારબાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને પાણીનો મારો ચલાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ આવાસ સુધી પહોંચ્યા કિસાન
આંદોલનકારી કિસાનો દિલ્હીમાં પ્રવેશી ચુક્યા છે. કેટલાક કિસાન 7 આરસીઆર સ્થિત પ્રધાનમંત્રી આવાસ સુધી પહોંચી ચુક્યા છે. જાણવા મળી રહ્યું છે કે પીએમ હાઉસ સુધી જનારામાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ સામેલ હતા. પોલીસે કિસાનો અને આપ નેતાને હટાવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube