નવી દિલ્હીઃ કૃષિ કાયદાનો વિરોધ (Farmers Protest) કરી રહેલા કિસાનો અને સરકાર વચ્ચે પાંચમાં તબક્કાની વાતચીત શરૂ થઈ ગઈ છે. આ વાર્તા દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શરૂ થઈ ગઈ છે. જેમાં વિવિધ કિસાન સંગઠનોના નેતા ભાગ લઈ રહ્યાં છે. તો આ વાર્તા પહેલા કિસાનોએ સિંધુ બોર્ડર પર બેઠક કરી ત્રણેય કાયદાને રદ્દ કરવાની માગ કરી હતી.  Live Updates:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે સૂત્રોના હવાલાથી માહિતી મળી રહી છે કે કેન્દ્ર સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (MSP) અને એપીએમસી પર કિસાનોને લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર છે. કિસાન આંદોલનની શરૂઆતથી આ માગ રહી છે. 


તો કિસાનોના પ્રતિનિધિઓની સરકારની સાથે બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં 40 કિસાન સંગઠનોના નેતા સરકાર સાથે વાતચીત કરી રહ્યાં છે. તેમાં સરકાર તરફથી ત્રણ કેન્દ્રીય મંત્રી અને બે મંત્રાલયના અધિકારી સામેલ છે. 


પીએમના આવાસ પર બે કલાક બેઠક
કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ કિસાન દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. તો આ મુદ્દા પર ગૃહમંત્રી અમિત શાહ પ્રધાનમંત્રી મોદીને મળવા પહોંચ્યા હતા. શનિવારે કિસાન સંગઠનો સાથે પાંચમાં રાઉન્ડની વાતચીત પહેલા મોટી મીટિંગ થી. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયુષ ગોયલ હાજર રહ્યા હતા. પીએમ મોદીની સાથે કિસાન આંદોલનને લઈને ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયુષ ગોયલ વચ્ચે યોજાયેલી બેઠક સમાપ્ત થઈ છે. આ બેઠક આશરે બે કલાક ચાલી હતી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube