કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્મમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ મંગળવારે કહ્યું કે, દિલ્હીમાં થયેલી હિંસા માટે કેન્દ્રનું અસંવેદનશીલ વલણ અને કિસાનો પ્રત્યે ઉદાસીનતા જવાબદાર છે, અને આ ઘટનાથી તેમને ખુબ દુખ પહોંચ્યું છે. બેનર્જીએ કેન્દ્રને આગ્રહ કર્યો કે, તે કિસાનો સાથે વાતચીત કરે અને નવા તાનાશાહી કાયદાને પરત લે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે ટ્વીટ કર્યું, 'દિલ્હીના રસ્તાઓ પર થયેલી ચિંતાજનક અને મુશ્કેલીજનક ઘટનાઓથી દુખી છું. આ સ્થિતિ માટે કેન્દ્રનું અસંવેદનશીલ વલણ અને અમારા કિસાન ભાઈ-બહેનો પ્રત્યે તેની ઉદાસીનતા જવાબદાર છે.'


ગણતંત્ર દિવસ (Republic day) પર આયોજીત કિસાનોની ટ્રેક્ટર પરેડ (Tractor Parade) નું લક્ષ્ય કૃષિ કાયદાને પરત લેવા અને એમએસપીની ગેરંટીની માંગ કરવાનો હતો. દિલ્હી પોલીસે રાજપથ પર સમારોહ સમાપ્ત થયા બાદ નક્કી રસ્તા પર ટ્રેક્ટર પરેડ કાઢવાની મંજૂરી આપી હતી, પરંતુ હજારોની સંખ્યામાં કિસાન સમયથી પહેલા વિભિન્ન સરહદો પર લાગેલા બેરિકેટને તોડતા દિલ્હીમાં પ્રવેશ કી ગયા હતા. ઘણી જગ્યાએ પોલીસની સાથે તેમનું ઘર્ષણ થયું અને પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. 


આ પણ વાંચોઃ Farmers Protest: કિસાનો સાથે ઘર્ષણમાં 82 પોલીસકર્મી ઈજાગ્રસ્ત, કાર્યવાહીની તૈયારીમાં પોલીસ  


કિસાનોનો એક સમૂહ લાલ કિલ્લા પર પહોંચી ગયો અને ત્યાં ધ્વજારોહણના સ્તંભ પર ઝંડો ફરકાવી દીધો હતો. આ સ્તંભ પર માત્ર રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવવામાં આવે છે.


બેનર્જીએ કહ્યું, પહેલા તો કિસાનોને વિશ્વાસમાં લીધા વગર ત્રણેય કાયદા બનાવવામાં આવ્યા. ત્યારબાદ દેશમાં પ્રદર્શન અને બે મહિનાથી દિલ્હીની સરહદો પર કિસાનોના ધરણા છતાં (કેન્દ્ર સરકાર) તેનો ઉકેલ લાવી શકી નથી. તેમણે કહ્યું કે, સરકારે કિસાનો સાથે વાતચીત કરવી જોઈએ અને કાયદાને પરત લેવા જોઈએ. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube