Farmers Protest: સરકાર અને કિસાન વચ્ચે ફરી બેઠક નિષ્ફળ, હવે આ તારીખે ફરી થશે મુલાકાત
નવા કૃષિ કાયદાને લઈને કિસાન અને સરકાર વચ્ચે નવી દિલ્હી સ્થિ વિજ્ઞાન ભવનમાં બપોરે 12 કલાકે બેઠક શરૂ થઈ હતી. પરંતુ તેમાં કોઈ પરિણામ આવ્યું નથી. હવે કિસાન અને સરકાર વચ્ચે આગામી બેઠક 19 જાન્યુઆરીએ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ દેશમાં પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનો છેલ્લા 50 કરતા વધુ દિવસથી પ્રદર્શન કરી રહ્યાં છે. આ મુદ્દાને લઈને આજે કિસાન નેતાઓ અને સરકાર વચ્ચે ફરી બેઠક યોજાઈ હતી. પરંતુ સરકાર અને કિસાનો વચ્ચે યોજાયેલી નવમાં રાઉન્ડની વાતચીતમાં પણ કોઈ પરિણામ આવ્યું નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી નિષ્ણાંતોની સમિતિને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે બેઠક યોજાઈ હતી. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર પ્રમાણે અત્યાર સુધી કોઈપણ પ્રસ્તાવ પર સહમતિ બની શકી નથી.
મહત્વનું છે કે આ પહેલા સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે આઠ રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે. આઠ જાન્યુઆરીએ આઠમાં રાઉન્ડની વાર્તામાં કોઈ ઉકેલ આવ્યો નહીં. કૃષિ મંત્રી તોમરે કહ્યુ કે, સરકાર ખુલા મનથી બેઠકમાં સામેલ થશે અને કિસાનોની શંકાઓ દૂર કરશે.
નવા કૃષિ કાયદાને લઈને કિસાન અને સરકાર વચ્ચે નવી દિલ્હી સ્થિ વિજ્ઞાન ભવનમાં બપોરે 12 કલાકે બેઠક શરૂ થઈ હતી. પરંતુ તેમાં કોઈ પરિણામ આવ્યું નથી. હવે કિસાન અને સરકાર વચ્ચે આગામી બેઠક 19 જાન્યુઆરીએ કરવામાં આવશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube