કિસાન આંદોલન પર સુપ્રીમે બનાવી ચાર સભ્યોની કમિટી, જાણો કોણ-કોણ છે સામેલ
કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા ત્રણ કૃષિ કાયદાને લાગૂ થવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે મંગળવારે આ ચુકાદો આપ્યો છે. સાથે આ મામલાને ઉકેલવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા ત્રણ કૃષિ કાયદાને લાગૂ થવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે મંગળવારે આ ચુકાદો આપ્યો છે. સાથે આ મામલાને ઉકેલવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ ચાર લોકો સામેલ થશે. આ કમિટી મામલાની મધ્યસ્થા નહીં, પરંતુ સમાધાન કાઢવાનો પ્રયાસ કરશે.
સુપ્રીમ કોર્ટ તરફથી બનાવવામાં આવેલી કમિટીમાં ભારતીય કિસાન યુનિયનના ભૂપેન્દ્ર સિંહ માન, સેઠારી સંસ્થાના અનિલ ધનવંત, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી અને આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન સંસ્થાના પ્રમોદ કે જોશી સામેલ છે.
Breaking News: સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી ત્રણેય કૃષિ કાયદા પર લગાવ્યો પ્રતિબંધ
કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ
કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાને લાગૂ થવા પર સુપ્રીમે પ્રતિબંધ લગાવી દીધો છે. સર્વોચ્ચ અદાલતે મંગળવારે આ ચુકાદો સંભળાવ્યો છે. આ સાથે મામલાના ઉકેલ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ ચાર લોકો સામેલ થશે, જેમાં ભારતીય કિસાન યુનિયનના જિતેન્દ્ર સિંહ માન, ડો. પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ નિષ્ણાંત) અને અનિલ શેતકારી સામેલ છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube