નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર દિલ્હીમાં કિસાનોની ટ્રેક્ટર રેલી  (Tractor Parade) દરમિયાન થયેલી હિંસાને લઈને રાજકીય પક્ષો તરફથી સતત નિંદા કરવામાં આવી રહી છે. કેન્દ્રની સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા સંબિત પાત્રાએ ટ્વીટ કરી કહ્યુ કે, જેને આપણે અન્નદાતા કહી રહ્યા હતા તે આજે ઉગ્રવાદી સાબિત થયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં થયેલી હિંસાને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને તરફથી નિંદા કરવામાં આવી રહી છે. પરંતુ ભાજપ નેતા સંબિત પાત્રા (Sambit patra) એ હિંસા પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યુ, 'જેને આપણે આટલા દિવસથી અન્નદાતા કહી રહ્યા હતા તે આજે ઉગ્રવાદી સાબિત થયા. અન્નદાતાઓને બદનામ ન કરો, ઉગ્રવાદીઓને ઉગ્રવાદી જ બોલાવો.'


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube