નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસ સહિત દેશના 10થી વધુ રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. ભારત બંધને લઈને વિભિન્ન રાજકીય પક્ષોના સમર્થનનું ખેડૂતોએ સ્વાગત કર્યું છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમનો મંચ રાજકીય પાર્ટીઓ માટે નહીં હોય. આ બાજુ કેન્દ્ર સરકારે ભારત બંધને લઈને રાજ્ય સરકારોને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના દિશા નિર્દેશ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત બંધ પહેલાં સરકારને મળ્યું 20 ખેડૂત સંગઠનનો સાથ, કૃષિ બિલ પર આપ્યું સમર્થન


ખેડૂત નેતાઓએ કહ્યું કે સમગ્ર દેશમાં મંગળવારે સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ચક્કા જામ રહેશે. જો કે આંદોલન કરી રહેલા ખેડૂતોએ એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિ પર જોર જબરદસ્તી કે ધક્કા મુક્કી કરવામાં નહીં આવે. ખેડૂત નેતાઓએ અપીલ કરી છે કે ભારત બંધને દરેક જણ પોતાનું સમર્થન આપે. 


અત્રે જણાવવાનું કે ભારત બંધ દરમિયાન તમામ ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. લગ્ન, એમ્બ્યુલન્સ પર કોઈ રોક નહીં હોય. દૂધ, ફળ, શાકભાજી, અને અન્ય વસ્તુઓ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે. 


Bharat Bandhના ઠીક પહેલાં કેન્દ્રએ જાહેર કરી એડવાઇઝરી, રાજ્યોને આપ્યા આ નિર્દેશ


જરૂરી સેવાઓની આપૂર્તિ પર પડશે અસર!
ભારત બંધમાં કેબ ચાલકો તથા મંડી કારોબારીઓના અનેક સંઘો સામેલ હોવાથી દેશની રાજધાની દિલ્હીમાં વાહનવ્યવહાર સેવા અને ફળો તથા શાકભાજી જેવી જરૂરી વસ્તુઓની આપૂર્તિમાં વિધ્ન પડી શકે છે. કેટલાક ટેક્સી અને કેબ સંઘોએ એક દિવસની હડતાળમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે. વેપારીઓનો એક સમૂહ પણ ખેડૂતોની માગણીઓનું સમર્થન કરી રહ્યો છે. જેના કારણે શાકભાજી તથા ફળ બજારમાં કામમાં વિધ્ન પડી શકે છે. 


આઝાદપુર મંડીના અધ્યક્ષ આદિલ અહમદ ખાને કહ્યું કે ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના સમર્થનમાં દિલ્હીની આઝાદપુર મંડી અને શહેરની તમામ મંડીઓ બંધ રહેશે. 


ભાજપનું વિપક્ષ પર હલ્લાબોલ, 'અસ્તિત્વ ટકાવવા માટે કોઈ પણ વિરોધી આંદોલનમાં સામેલ થઈ જાય છે'


કાળા કાયદાને પાછો ખેંચે સરકાર-કોંગ્રેસ
કોંગ્રેસે ખેડૂત સંગઠનો તરફથી અપાયેલા ભારત બંધના એક દિવસ પહેલા સોમવારે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોના મનની વાત  સાંભળવી જોઈએ અને કૃષિ સંબંધિત કાળા કાયદા પાછા ખેંચવા જોઈએ. પાર્ટીએ એ પણ કહ્યું કે ભારત બંધના દિવસે જો લોકોને અસુવિધાઓ થાય તો તેના માટે કેન્દ્ર સરકાર  જવાબદાર છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે કૃષિ કાયદા રદ કરવા પડશે અને તેનાથી જરાય ઓછુ મંજૂર નહીં હોય. 


કેન્દ્રના રાજ્યોને નિર્દેશ
પ્રદર્શનકારી ખેડૂતોના ભારત બંધને લઈને કેન્દ્ર સરકારે રાજ્યોને દિશા નિર્દેશ જારી કર્યા છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે ખેડૂત સંગઠનો અને તેમના સમર્થનમાં વિપક્ષી દળો દ્વારા અપાયેલા ભારત બંધ દરમિયાન સુરક્ષા કડક કરવામાં આવે અને શાંતિ સુનિશ્ચિત કરવામાં આવે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બહાર પાડેલા દેશવ્યાપી એડવાઈઝરીમાં કહ્યું કે રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસકોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોવિડ-19 દિશાનિર્દેશોનું પાલન થાય અને સામાજિક અંતર જાળવવામાં આવે. 


ભાજપનો વિરોધીઓ પર વળતો પ્રહાર
કેન્દ્રમાં ભાજપ (BJP) ના નેતૃત્વવાળી એનડીએ સરકારે ખેડૂત આંદોલન (Farmers Protest) પર વિપક્ષના બેવડા ચરિત્રનો આરોપ લગાવીને આકરા પ્રહાર કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો કે વિરોધી પક્ષો બેવડું વલણ અપનાવી રહ્યા છે. એક સમયે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર APMC એક્ટમાં  ફેરફારની માગણી કરી રહી હતી અને હવે તે જ કોંગ્રેસ ખેડૂત આંદોલનનું સમર્થન કરે છે. 


અરવિંદ કેજરીવાલ Singhu border પર ખેડૂતોને મળ્યા, કહ્યું- 'હું CM નથી, તમારો સેવાદાર છું'


ખેડૂતોની જમીન સંપૂર્ણ રીતે સુરક્ષિત
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ખેડૂતોની જમીન નવા કાયદામાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ કાયદો ખેડૂતોને સગવડો આપે છે અને ભરોસો કરે છે. ખેડૂતોની જમીન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. બેવડા ચરિત્ર અને બેવડું વલણ વિરોધી પક્ષો અપનાવી રહ્યા છે. 


કોંગ્રેસ, NCP પર આકરા પ્રહારો
પ્રસાદે કહ્યું કે આજે અમે વિરોધી પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ, NCP અને તેમના સહયોગી પક્ષોના શરમજનક બેવડા ચરિત્રને દેશ સામે બતાવવા આવ્યા છીએ. આજે જ્યારે તેમનું રાજકીય વજૂદ ખતમ થઈ રહ્યું છે ત્યારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેઓ કોઈ પણ વિરોધી આંદોલનમાં જોડાઈ જાય છે. જ્યારે શરદ પવાર કૃષિ મંત્રી હતા ત્યારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે પત્ર લખ્યો હતો. 


કેજરીવાલ ઉપર પણ આકરા પ્રહારો
પ્રસાદે કહ્યું કે અરવિંદ કેજરીવાલની સરકારે 23 નવેમ્બર 2020ના રોજ નવા કાયદાને નોટિફાય કરીને દિલ્હીમાં લાગુ કરી દીધો છે. અહીં તમે વિરોધ કરી રહ્યા છો અને ત્યાં તમે ગેજેટ બહાર પાડો છો. આ બેવડું ચરિત્ર બતાવે છે. 


પ્રસાદે કહ્યું કે ખેડૂત આંદોલનના નેતાઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે રાજનીતિક લોકો અમારા મંચ પર ન આવે. અમે તેમની આ ભાવનાઓનું સન્માન કરીએ છીએ. પરંતુ આ બધા કૂદી રહ્યા છે. કારણ કે તેમને ભાજપ અને નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા માટે વધુ એક તક મળી રહી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube