Farmers Tractor Rally: ટ્રેક્ટર પરેડ દરમિયાન હંગામો, કિસાનો બેકાબૂ થયા બાદ અનેક મેટ્રો સ્ટેશન બંધ
કિસાનોની બબાલ વચ્ચે સુરક્ષાના કારણે દિલ્હીના ઘણા મેટ્રો સ્ટેશન બંધ કરવાની ફરજ પડી છે. DMRC પ્રમાણે લાલ કિલ્લા, ઇંદ્રપ્રસ્થ મેટ્રો, આઈટીઓ સહિત ઘણા મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કિસાનોની બબાલ શરૂ છે. કિસાનોના ટ્રેક્ટર માર્ચ (Kisan Tractor Rally) એ નક્કી સમય પહેલા બળજબરી પૂર્વક દિલ્હીમાં ઘુસવાનો પ્રયાસ કર્યયો અને મોટાભાગની બોર્ડરો પર હંગામાની સાથે કિસાનોએ બેરિકેડ તોડી દીધા હતા.
સિંધુ બોર્ડર, ટિકટી બોર્ડર અને નોઇડા બોર્ડર પર કિસાનોએ હંગામો કર્યો હતો. સવારે 10 કલાકની આસપાસ નોઇડા બોર્ડર પર ખુબ બબાલ થઈ તો પોલીસે લાઠીચાર્જ કરવાની સાથે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. દિલ્હી એનસીઆરમાં લાઠીચાર્જ અને ઘર્ષણ વચ્ચે હવે પ્રદર્શનકારી કિસાનો દિલ્હીના લાલ કિલ્લા પર પહોંચી ગયા હતા.
Farmers tractor Rally: હિંસક બન્યા કિસાનો, યોગેન્દ્ર યાદવે હાથ જોડી શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અપીલ કરી
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube