નવી દિલ્હી: ખેડૂતોએ આજે દેશવ્યાપી રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. જે હેઠળ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ઠેરઠેર ટ્રેનો રોકવાની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા અપાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે સમગ્ર દેશમાં આ બંધ રહેશે અને આ દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા કે તોડફોડન કરવાની સૂચના પહેલેથી આપી દેવાઈ છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે બંધ દરમિયાન જરૂરી અને ઈમરજન્સી સેવાઓમાં કોઈ પણ પ્રકારે ખલેલ પાડવામાં નહીં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે ખેડૂતોએ જ્યારે ગત વખતે ભારત બંધ બોલાવ્યું હતું ત્યારે પંજાબ, હરિયાણા, બિહાર સહિત અનેક જગ્યાએ ટ્રેનો રોકવામાં આવી હતી અને હાઈવે જામ કરાયા હતા. હાઈવે જામ થવાના કારણે દિલ્હી નોઈડા ગુરુગ્રામ સહિત અનેક જગ્યાઓ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા આવી હતી. રેલવેએ પણ એક ડઝનથી વધુ ટ્રેનો રદ કરવી પડી હતી. 


ISI ના મોટા ષડયંત્રનો ખુલાસો, આર્મીના વિસ્તારો અને RSS ના નેતાઓ નિશાના પર


વાત જાણે એમ છે કે ખેડૂતોએ લખીમપુર  ખીરીમાં અનેક લોકોને કચડી નાખીને મોતને ઘાટ ઉતારવાની ઘટના અને તે મામલે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માગણી કરતા આ રેલ રોકો આંદોલન કરવાની જાહેરાત કરી છે. લખીમપુર ખીરી હિંસામાં ચાર ખેડૂતો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. એસકેએમએ આરોપ લગાવ્યો હતો કે આશીષ મિશ્રાએ એક ખેડૂતને ગોળી મારી જ્યારે બીજાને તેના વાહનથી કચડી નાખ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube