શ્રીનગર : નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ શનિવારે કહ્યું કે, કેન્દ્રએ ઇમરાન ખાનના શાંતિ પ્રસ્તાવ અંગે સકારાત્મક પ્રતિક્રિયા આપવી જોઇએ. પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં નેશનલ એસેમ્બલીમાં ઇમરાન ખાનને સૌથી વધારે સીટો મળી છે. ખાનને પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવાની આશા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાનાંકાજીકુંડ અને બિજબેહરામાં જનસભાઓને સંબોધિત કરતા અબ્દુલ્લાએ પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના અધ્યક્ષ ઇમરાન ખાનની સુલહ અને જોડાવાના સંદેશનું સ્વાગત કર્યું અને કહ્યું કે, કેન્દ્ર સરકારે કોઇ પણ પ્રકારે મોડુ કર્યા વગર તેનો સકારાત્મક રીતે જવાબ આપવો જોઇએ. શ્રીનગરથી લોકસભા સાંસદ અબ્દુલ્લાએ કહ્યું કે, ઉપમહાદ્વીપ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત મિત્રતા જરૂરી છે અને તે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે સહાયક બનશે. 

વડાપ્રધાન મોદીને મહેબુબાએ અપીલ કરી
અગાઉ જમ્મુ કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પણ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે તેઓ રાજ્યમાં લોહીયાળ ઘટનાઓ અટકાવવા માટે પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના પ્રમુખ ઇમરાન ખાન દ્વારા આપેલો મિત્રતાનો હાથ કબુલ કરે. ક્રિકેટરમાંથઈ નેતા બનેલા ઇમરાને પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં પોતાની પાર્ટીની જીત બાદ પહેલા જાહેર સંબોધનમાં કહ્યું હતું કે તેઓ ભારતની સાથે પોતાના સંબંધો સુધારવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે તેમની સરકાર ઇચ્છશે કે બંન્ને પક્ષોના નેતા કાશ્મીર સહિત સમગ્ર મહત્વના મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલે.