VIDEO : શરાબના નશામાં હેવાન બન્યો પિતા, 3 વર્ષના દીકરાને પટકીપટકીને માર્યો
શરાબના નશામાં તેનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો
હૈદરાબાદ : શરાબના નશામાં લોકો શાનભાન ગુમાવી દેતા હોય છે. નશાની કુટેવને કારણે જિંદગીના મહત્વના સંબંધો પણ દાવ પર લાગી જાય છે. આવી જ ચોંકાવનારી ઘટના બની હૈદરાબાદમાં.
હૈદરાબાદમાં એક વ્યક્તિએ શરાબના નશામાં પહેલાં પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો અને પછી પણ તેનો ગુસ્સો શાંત ન થયો તો પોતાના 3 વર્ષના દીકરાને પટકીપટકીને માર્યો. ન્યૂઝ એજન્સી ANIની તરફથી જાહેર કરાયેલા વીડિયોમાં આ સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ વીડિયોમાં દેખાય છે કે ગુસ્સે ભરાયેલો પિતા માતાના ખોળામાંથી બાળકને છિનવીને ઓટો સામે પટકીપટકીને મારે છે.
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...