Father`s Day Gift Idea: ફાધર્સ ડે નિમિત્તે આ ગિફ્ટ ભીંજવી દેશે તમારા પિતાની આંખો
કેટલાક લોકોએ માતાની મહાનતા વિશે લખવામાં પિતાએ ઓફિસમાં કામ કરતાં સંતાન માટે શું ફીલ કર્યું હશે? જે સમય એ સંતાનો સાથે નથી વિતાવી શક્યાં એનો એમને કેટલો અફસોસ હશે એ વાતને જાણે ભૂલી જ જતાં હોય છે. માતા મહાન છે પણ એની સાથે પિતા પણ મહાન છે. આ વાત આપણને ત્યારે સમજાય છે જ્યારે આપણે માતા-પિતા બનીએ છીએ.
નવી દિલ્હી: માતા અને પિતા વિના આપણા અસ્તિત્વનો પ્રશ્ન જ નથી. જો કે આપણામાંથી 60 ટકા લોકો એવું માનતા હોય છે કે એમના ઘડતરમાં મોટો ફાળો માતાનો જ છે. પિતા તો કમાવા જ પડ્યાં હતા. પરંતુ એવું નથી. 19 જૂને ફાધર્સ ડે છે. જો તમારા પિતાની ઉંમર વધારે છે તો તમને એમના સ્વાસ્થ્યની ચિંતા રહે તે સ્વાભાવિક છે. ત્યારે આજે અમે તમને અમુક એવી ગિફ્ટ વિશે જણાવીશું જે તમે ફાધર્સ ડે પર તેમને આપી શકશો.
કેટલાક લોકોએ માતાની મહાનતા વિશે લખવામાં પિતાએ ઓફિસમાં કામ કરતાં સંતાન માટે શું ફીલ કર્યું હશે? જે સમય એ સંતાનો સાથે નથી વિતાવી શક્યાં એનો એમને કેટલો અફસોસ હશે એ વાતને જાણે ભૂલી જ જતાં હોય છે. માતા મહાન છે પણ એની સાથે પિતા પણ મહાન છે. આ વાત આપણને ત્યારે સમજાય છે જ્યારે આપણે માતા-પિતા બનીએ છીએ.
એક પિતા પોતાના બાળકની દેખભાળ રાખવામાં થોડી પણ કમી નથી આવવા દેતા. પિતાની હંમેશા કોશિશ રહે છે કે, તેઓ પોતાના બાળકના ચહેરા પર સ્માઈલ જુએ. પોતાના બાળકને કાબિલ બનાવવા માટે પિતાનું આખું જીવન નીકળી જાય છે અને જવાબદારીઓ વચ્ચે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખી શકતા. તેવામાં તમારે પિતાના સ્વાસ્થ્યની જવાબદારી ઉઠાવવી જરૂરી બની છે. પિતાના નિઃસ્વાર્થ પ્રેમ અને ત્યાગ સામે તેમનો આભાર માનવા માટે જૂનના ત્રીજા સપ્તાહમાં ફાધર્સ ડે મનાવવામાં આવે છે. આ વખતે 19 જૂને ફાધર્સ ડે મનાવવામાં આવશે. ત્યારે પિતાને આપવા માટે શ્રેષ્ઠ ગિફ્ટના આઈડિયા અમે તમને જણાવીશું.
ફિટનેસ બેન્ડ-
ફિટનેસ બેન્ડ પિતા માટે ખુબ જ કામમાં આવે તેવી વસ્તુ છે. તમે પિતાને આ બેન્ડ ગિફ્ટ કરી શકો છો અને તેના ઉપયોગ વિશે પણ જણાવી શકો છો. આ બેન્ડને પિતા સરળતાથી પોતાના હાથે બાંધી શકે છે. તેનાથી 24\7 હાર્ટને મોનિટરિંગ કરી શકે છે. બ્લડ ઓક્સિજન લેવલની પણ જાણકારી લઈ શકે છે. સાથે જ તેનાથી કેલેરી કાઉન્ટ, એક્સસાઈઝ, સ્લીપ સાઈકલ, સ્ટેપ્સ, ડિસ્ટેંસ વગેરેનો રેકોર્ડ પણ ચેક કરી શકે છે.
પિતાને લખો પત્ર
જો તમે હજી સાથે રહેતા હોવ તો કેક કટિંગનો ઓપ્શન વિચાર્યો હશે અને જો દૂર રહેતાં હોવ તો સરસ મજાનો ઇ-કાર્ડ, એક ફોન કૉલ કે પછી મેસેજ કરવાનો પ્લાન. એનાથી વિશેષ કોઈ ગિફ્ટ આપવાનો તમારો પ્લાન હોઈ શકે. આ બધામાં કશું ખોટું નથી પણ જરા વિચારો એવું શું છે જે એ નથી ખરીદી શકતાં અથવા તમે આપશો અને એમની પાસે એ નહી હોય. એના કરતાં ચાલો એક નાનકડો પત્ર લખીએ.
જો જો એવું ના કહેતા કે મને લખતા નથી આવડતું કે એવા ચોચલા ના હોય. લાગણી વ્યક્ત કરવામાં ચોચલા શેના? શું લખવું એ ના સમજાતું હોય તે બે ત્રણ એવી યાદોને બેઠી કાગળ પર ટપકાવી દો. જેને યાદ કરીને તમને પિતા પર પ્રાઉડ ફીલ થતું હોય. જો તમને આવી ઘટના યાદ કરવામાં મુશ્કેલી હોય તો મમ્મીની મદદ લો. કારણ કે એમની સ્ટ્રગલની સૌથી મોટી સાક્ષી તમારી માતા જ હોય છે. તમે હાથેથી લખેલો એ કાગળ એમના હાથમાં જાય પછી જુઓ એમની આંખમાં ચોક્કસ આનંદના ઝળઝળીયા આવી જશે.
ગ્લૂકોમીટર-
ડાયાબિટિઝ એવી સમસ્યા છે જે મોટાભાગે વૃદ્ધોને પરેશાન કરે છે. આ એક એવી સમસ્યા છે જેને સમયે સમયે મોનિટરિંગ કરવી જરૂરી છે. તેના માટે તમારે પિતાને ગ્લૂકોમિટર ગિફ્ટમાં આપવું જોઈએ. કેમ કે, તે તેમના કામમાં આવી શકે છે.
વર્કઆઉટ ક્લોથ-
જો તમારા પિતા દરરોજ એક્સસાઈઝ કરે છે તો તમે આ વખતે ફાધર્સ ડે પર તેમને વર્કઆઉટ ક્લોથ ગિફ્ટ કરી શકો છો. તેને પહેરીને તેઓ સરળતાથી વર્કઆઉટ કરી શકે છે. તે સિવાય જો તમારા પિતા દરરોજ વોકિંગ માટે જાય છે તો તમે સારા શૂઝ ગિફ્ટ કરી શકો છો.
યોગા મેટ-
ઉંમરની સાથે યોગ, પ્રાણાયમ અને મેડિટેશન સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. યોગ અને પ્રાણાયમ પિતાને લંગ્સ, હાર્ટ જેવી સમસ્યાઓથી બચાવશે. આ સાથે મેડિટેશનથી તેઓ તંદુરસ્ત રહેશે. જો પિતા આવું પહેલેથી કરી રહ્યા છો તો તમે તેને યોગા મેટ ગિફ્ટ કરો. જેથી તેઓ રોલિંગ મેટને ખુલ્લા પાર્કમાં લઈ જઈ શકે છે. જો તેઓ યોગ-મેડિટેશન વગેરે નથી કરતાં તો તેમને યોગ કરવા માટે મોટિવેટ કરો.
ગ્રીન ટી કિટ-
મોટાભાગના લોકોને ચા પીવાની ખુબ જ આદત હોય છે. પરંતુ ચા સ્વાસ્થ્ય માટે વધારે સારી નથી. એટલા માટે તમે પિતાને ગ્રીન ટી કિટ ગિફ્ટ કરી શકો છો. ગ્રીન ટી સ્વાસ્થ્યને સારું રાખવાનું કામ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube