દારુલ ઉલુમનો નવો ફતવો: ઇદનાં દિવસે ગળે મળવું ઇસ્લામ વિરુદ્ધ, ગળે મળવાનું ટાળો !
કોઇ સામેથી ગળે મળવા આવે તો તેને પ્રેમથી સમાજાવીને ગળે મળવાનું ટાળવું જોઇએ તેવો પણ ફતવામાં સ્પષ્ટ ઉલ્લેખ
દેવબંધ : ઇસ્લામિક શિક્ષણ સંસ્થાદારુલ ઉલુમે એક પર્વના ફતવામાં ઇદના દિવસે ગળે મળવાની બિદઅત એટકે ખોટુ હોવાનું ગણાવ્યું છે. ઇદનાં બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવ્યું, ફતો ચર્ચાનો વિષય બન્યો છે. દારુલ ઉલુમના ફતવાને ઉલેમાઓ દ્વારા પણ સમર્થન કરવામાં આવ્યું છે. આધુનિક સમયમાં ઇદનાં તહેવાર પર એખ બીજાને ગળે મળીને શુભકામનાઓનું ચલણ વધતુ જ જઇ રહ્યું છે.
જમ્મુ કાશ્મીર સીમાંકન સમિતીની રચના કરી શકે છે મોદી સરકાર, સીટોનું ભુગોળ બદલાશે
આ ચલણ અંગે પાકિસ્તાનથી દારુલ ઉલુમ દેવબંધનાં ફતવા વિભાગ પાસેથી લેખીત સવાલ કરીને પુછવામાં આવ્યું કે, શું શરઇ એતબારને ગળે મળીને એક બીજાને શુભેચ્છાઓ આપવી યોગ્ય છે કે નહી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહેલા આ ફતવામાં દારુલ ઉલુમના મુફ્તી એ કરામએ સ્પષ્ટ કહ્યું કે, ખાસ ઇદનાં દિવસે અથવા રીત બનાવીને ગળે મળવું બેઅદબી છે.
ભારતીય વાયુસેનાના અરૂણાચલમાં ખોવાયેલા વિમાન AN-32ની 24 કલાક બાદ પણ કોઈ ભાળ નહીં
માહ એ રમઝાનમાં પાકિસ્તાનથી એકવાર ફરી દાલુર ઉલુમ મુફ્તી એ કરામના સવાલ કરવામાં આવ્યો છે કે શું ઇદનાં દિવસે પરંપરા તરીકે એક બીજાને ગળે મળીને શુભકામના આપી શકાય છે સાથે જ તેમ પણ પુછવામાં આવ્યું છે કે શું પેગમ્બર મોહમ્મદ અને તેમનાં સાહેબા એ કરામને કરેલી આ વાત સાબિત છે. બીજી તરફ બીજો સવાલ હતો કે જો કોઇ આપણને ગળે મળવા માટે આગળ વધે તો આપણે શું તેમને ગળે મળવું જોઇએ.
નવી મુંબઈમાં દિવાલ પર લખેલો મળ્યો આતંકીઓનો પ્લાન! હવે પોલીસ કોયડો ઉકેલી રહી છે
લોકસભા ચૂંટણી 2019: અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી, થયો અધધ...60 હજાર કરોડનો ખર્ચ
સવાલનો જવાબ આપતા દારુલ ઉલુમની ખંડપીઠે કહ્યું કે, ખાસ ઇદનાં દિવસે એક બીજાને ગળે મળીને શુભકામના આપવી, ક્યાંય સાબિત નથી થતું. માટે ઇદનાં દિવસે ગળે મળવામાં આવે તો તે બિદઅતમાં સમાવિષ્ટ થાય છે. જો કે મુફ્તીએ કરામે જણાવ્યું કે, કોઇને ઘણા દિવસો બાદ મુલાકાત થાય તો ફિતરતન ગળે મળીને શુભકામના આપવામાં કોઇ વાંધો નથી. તેમણે કહ્યું કે, પરંપરા સ્વરૂપમાં ઉપયોગ ન કરવો જોઇએ. એટલા માટે સારુ એજ કહેવાશે કે જો કોઇ ગળે મળવા માટે આગળ વધે તો તેને પ્રેમથી સમજાવીને મનાઇ કરી દેવી જોઇએ.