ભારતીય વાયુસેનાના અરૂણાચલમાં ખોવાયેલા વિમાન AN-32ની 24 કલાક બાદ પણ કોઈ ભાળ નહીં

હવે આ વિમાનની શોધખોળ માટે નૌકાદળનું વિશેષ વિમાન P8i જોડાયું છે. ભારતીય વાયુસેનાના વિમાન AN-32એ આસામના જોરહાટથી ઉડાન ભરી હતી અને તેને અરૂણાચલ પ્રદેશના મેનચુકા ખાતે ઉતરાણ કરવાનું હતું, પરંતુ તે ઉતરાણ કરે તેના પહેલા જ તેણે સંપર્ક ગુમાવી દીધો હતો 

ભારતીય વાયુસેનાના અરૂણાચલમાં ખોવાયેલા વિમાન AN-32ની 24 કલાક બાદ પણ કોઈ ભાળ નહીં

નવી દિલ્હીઃ સોમવારે આસામના જોરહાટથી ઉડાન ભરેલા ભારતીય વાયુદળના ટ્રાન્સપોર્ટ વિમાન AN-32ની 24 કલાક બાદ પણ હજુ સુધી કોઈ ભાળ નથી. આ વિમાનમાં 15 લોકો સવાર હતા. સત્તાવાળાઓએ મંગળવારે તેને શોધવાનું અભિયાન તેજ બનાવ્યું છે. હવે, આ વિમાનની શોધમાં ભારતીય નૌકાદળનું અત્યાધુનિક 'લોન્ગ રેન્જ મેરિટાઈમ રિકોનિઆસ્સાન્સ એરક્રાફ્ટ P8i' પણ જોડાયું છે. 

P8i વિમાન મંગળવારે તમિલનાડુના અરાકોનમ ખાતે આવેલા જહાજ આઈએનએસ રજાલી પરથી બપોરે 1 કલાકે ઉડાન ભરી છે. આ અંગે ભારતીય નૌકાદળે ટ્વીટ કરતા જણાવ્યું છે કે, "ભારતીય લેવાના લોન્ગ રેન્જ મેરિટાઈમ રિકોનિઆસ્સાન્સ એરક્રાફ્ટ P8i એ તમિલનાડુના અરાકોનમ ખાતેથી બપોરે 1 કલાકે ઉડાન ભરી છે અને તે ભારતીય વાયુસેનાના ગુમ થઈ ગયેલા વિમાન AN-32ના શોધખોળ અભિયાનમાં જોડાયું છે. વાયુસેનાનું આ વિમાન જોરહાટ અને મેચુકા વચ્ચે ગુમ થઈ ગયું છે. અમારું વિમાન ટૂંક સમયમાં જ ત્યાં પહોંચી જશે."

— SpokespersonNavy (@indiannavy) June 4, 2019

નૌકાદળના P8i વિમાન ઉપરાંત ઈસરોએ પણ અંતરિક્ષ ઉપગ્રહની મદદથી અરૂણાચલ અને આસામ વચ્ચેના પ્રદેશોમાં શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુદળના C130 J Supre Hercules હેલિકોપ્ટર અને Su-30 MKI (સુખોઈ) વિમાન પહેલાથી જ શોધખોળ અને બચાવ અભિયાનમાં લાગેલા છે. 

ખોવાઈ ગયેલા વિમાનમાં ભારતીય વાયુસેનાના 15 અધિકારીઓ સવાર હતા. વિમાને આસામના જોરહાટ ખાતેથી બપોરે 12.55 કલાકે ઉડાન ભરી હતી અને છેલ્લે તેણે બપોરે 1.00 કલાકે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે સંપર્ક કર્યો હતો. વિમાન AN-32 જ્યારે તેના નિયત સમયે મેચુકા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યું નહીં ત્યારે ભારતીય વાયુસેના દ્વારા તાત્કાલિક ધોરણે શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, આ વિમાનનો કાટમાળ મળ્યો હોવાના સમાચાર વહેતા થયા હતા, જેનું વાયુસેનાએ ખંડન કર્યું હતું. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news