જમ્મુ કાશ્મીર સીમાંકન સમિતીની રચના કરી શકે છે મોદી સરકાર, સીટોનું ભુગોળ બદલાશે

સરકારનું માનવું છે કે કાશ્મીરમાં વધારે સીટો જ્યારે જમ્મુ અને લદ્દાખમાં ઓછી સીટો હોવાનાં કારણે તેને અન્યાય થઇ રહ્યો છે

જમ્મુ કાશ્મીર સીમાંકન સમિતીની રચના કરી શકે છે મોદી સરકાર, સીટોનું ભુગોળ બદલાશે

નવી દિલ્હી : ગૃહમંત્રાલય જમ્મુ કાશ્મીરના વિધાનસભા ક્ષેત્રમાં નવેસરથી પરિસીમનની તૈયારીમાં છે. સુત્રોનાં હવાલાથી સમાચાર મળી રહ્યા છે કે નવા પરિસીમાંકન પંચની રચના અંગે વિચારણા ચલી રહી છે. જેના હેઠળ રાજ્યમાં કેટલીક સીટો SC/ST માટે અનામત રાખવામાં આવી શકે છે. એવું થવાથી જમ્મુ કાશ્મીરનું રાજનીતિક ગણીત બદલાઇ જશે. સુત્રોના હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર ગૃહમંત્રાલયની જવાબદારી સંભાળતાની સાથે જ ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની તસ્વીર બદલવાનાં પ્રયાસો ચાલુ કરી દીધા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીર મુદ્દે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ બેઠકોમાં અમિત શાહ ઉપરાંત આઇબી ચીફ અને ગૃહ સચિવની હાજરી પણ સુચક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકનાં ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સુત્રો અનુસાર રાજ્યપાલ મલિકે શાહ સાથેની મુલાકાતમાં જમ્મુ કાશ્મીર પર ત્રણ પેજનો એક અહેવાલ પણ સોંપ્યો હતો. સુત્રોનું કહેવું છે કે આ રિપોર્ટમાં જમ્મુ કાશ્મીરનાં નવેસરથી ક્ષેત્રમુલ્યાંકનની વાત કરવામાં આવી છે. 

સુત્રો અનુસાર ગૃહમંત્રાલય જમ્મુ કાશ્મીરમાં નવેસરથી ક્ષેત્ર મુલ્યાંકનની યોજના બનાવી રહી છે. જેના હેઠળ જમ્મુ કાશ્મીરમાં ક્ષેત્રમુલ્યાંકન સમિતીની રચના પણ કરવામાં આવી શકે છે. સુત્રો અનુસાર આ પંચના અહેવાલ બાદ જમ્મુ કાશ્મીર વિધાનસભા વિસ્તારના આકાર પર વિચાર શખ્ય છે અને સાથે જ કેટલીક સીટો એસસી કેટેગરી માટે રિઝ્વ કરવામાં આવી શકે છે. સુત્રો અનુસાર સરકારનું માનવું છે કે જમ્મુ કાશ્મીરનું હાલનું સીમાંકન યોગ્ય નથી અને જમ્મુ કાશ્મીર સાથે અન્યાય થઇ રહ્યા છે. હાલ કાશ્મીરમાંથી વધારે અને જમ્મુમાંથી ઓછા ધારાસભ્યો ચૂંટાઇને વિધાનસભામાં જાય છે. એવામાં સરકારનું માનવું છે કે ક્ષેત્રીય ભેદભાવને ખતમ કરવામાં આવે જેના હેઠળ મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. જાણકારો અનુસાર તેનો અર્થ છે કે જો આવું થયું તો જમ્મુ કાશ્મીરમાં કોઇ હિંદુ મુખ્યમંત્રી પદ પર દેખાઇ શકે છે. 

જમ્મુ અને કાશ્મીર વિસ્તાર પ્રમાણે સીટો
કાશ્મીર-46 
જમ્મુ - 37
લદ્દાખ -4

જમ્મુ કાશ્મીરમાં કઇ પાર્ટીના કેટલા ધારાસભ્યો
પીડીપી - 28
ભાજપ - 25
એનસી - 15
આઇએનસી - 12

જમ્મુ કાશ્મીરનું ધાર્મિક સમીકરણ
મુસ્લિમ 68.31 %
હિન્દુ - 28.44 %
શીખ - 1.87 %
ક્રિશ્ચિયન - 0.28 %

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news