ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે હાલમાં જ કેન્દ્ર સરકારે ચીનથી ટેસ્ટ કિટ મંગાવ્યા હતા. હાલમાં જ લગભગ 5.5 લાખ લિક્વીડ એન્ટીબોડી ટેસ્ટ કિટ ભારત મોકલવામાં આવ્યા હતા. પરંતુ વિવિધ રાજ્યોમાં આ કીટ ખરાબ સાબિત થયા છે. હવે ચીની કંપનીઓએ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસ એજન્સીઓના સહયોગનું આશ્વાસન 
જે બે કંપનીઓએ લિક્વિડ એન્ટીબોડી ટેસ્ટ ભારતમાં મોકલ્યા છે, તેઓએ તપાસ એજન્સીઓને સહયોગ કરવાની વાત કરી છે. અલગ અલગ નિવેદનોમાં ગ્વાંગઝુ વોંદફો બાયોટેક અને લિવઝોન ડાયગ્નોસ્ટિકે કહ્યું કે, તેઓ પોતાના ઉત્પાદન માટે ગુણવત્તાના નિયમોનું કડકાઈથી પાલ કરી રહ્યાં છે. કંપનીએ કહ્યું કે, સટિક પરિણામ મેળવવા માટે કીટને રાખવા અને તેના ઉપયોગ કરવા માટે વિશેષ દિશા-નિર્દેશનું પાલન કરવુ જોઈએ. 


DCGI કરી શકે છે તપાસ
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના સૂત્રોનું કહેવુ છે કે, ચીનથી આવેલ ખરાબ લિક્વિડ એન્ટીબોડી ટેસ્ટ કિટની પ્રાથમિક તપાસ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા કરી શકે છે. વિભાગને તેના સેમ્પલ આપવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે, ચીની કંપનીઓના અધિકારીઓથી વીડિયો કોલિંગના માધ્યમથી પૂછપરછ થઈ શકે છે. 


તપાસ સુધી ICMR એ લગાવ્યો પ્રતિબંધ
દેશની ટોચની તબીબી સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મંગળવારે રાજ્યોને સૂચના આપી હતી કે, જ્યા સુધી આ સંબંધે પાસ ન થઈ જાય, ત્યા સુધી બે દિવસ માટે કિટનો ઉપયોગ રોકી દેવામાં આવે. 


ગત સપ્તાહે ભારતે ચીનની બે કંપનીઓ પાસેથી 5.5 લાખ એન્ટીબોડી તપાસ કિટ તાત્કાલિક અસરથી ખરીદી હતી. અને તેને અનેક રાજ્યોમાં મોકલી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર