નવી દિલ્હીઃ ત્રણ નવા કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ દિલ્હીની અલગ-અલગ સરહદો પર આશરે એક સપ્તાહથી ચાલી રહેલું કિસાન આંદોલન સતત જોર પકડી રહ્યું છે. આ વચ્ચે સરકાર એકવાર ફરી કિસાનોને મનાવવાનો પ્રયાસ કરશે. આજે સરકાર અને કિસાન નેતાઓ વચ્ચે પાંચમાં તબક્કાની બેઠક છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોઈ નિર્ણય થઈ શકે છે. આમ એટલા માટે કારણ કે 3 ડિસેમ્બરે થયેલી પાછલા રાઉન્ડની બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)એ કિસાનોની માંગો પર વિચારનો વિશ્વાસ આપ્યો છે. પરંતુ કિસાનો તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો સરકાર તેની વાત માનશે નહીં તો આંદોલનને વધુ મજબૂત બનાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાનોએ 8 ડિસેમ્બરે કર્યું 'ભારત બંધ'નું એલાન
સરકારની સાથે આજે થનારી વાર્તાના એક દિવસ પહેલા કિસાન સંગઠનોએ આઠ ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. તેમણે આક્રમક વલણ સાથે કહ્યું કે, તેમની વાત માનવામાં નહીં આવે તો તે રાષ્ટ્રીય રાજધાની પહોંચનારી અન્ય સકડો બંધ કરી દેશે. કિસાન નેતા પોતાની માગ પર અડીગ છે કે આ કૃષિ કાયદાને રદ્દ કરવા માટે કેન્દ્ર સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવે. તેમનું કહેવું છે કે તે નવા કાયદામાં સંશોધન ઈચ્છતા નથી પરંતુ કાયદાને રદ્દ કરવામાં આવે. 


PMએ મજાક ઉડાવતાં કહ્યું -'ક્યાંક લોકો એમ કહી ન દે મોદીએ તમારો અવાજ દબાવી દીધો'


ટોલ પ્લાજા પર કબજો કરીશું, આંદોલન બનશે આક્રમક
ભારતીય કિસાન યૂનિયનના મહાસચિવ હરિંદર સિંહ લખવાલે કહ્યુ કે, અમે આઠ ડિસેમ્બરે ભારત બંધનો નિર્ણય કર્યો છે અને આ દરમિયાન અમે બધા ટોલ પ્લાજા પર કબજો કરીશું. તેમણે કહ્યું કે, કિસાન શનિવારે કેન્દ્ર સરકાર અન કોર્પોરેટ માલિકો વિરુદ્ધ પ્રદર્શન કરશે. સાત ડિસેમ્બરે ખેલાડીઓ કિસાનોનું સમર્થન કરતા મેડલ પરત કરશે. તેમના સખત વલણ વચ્ચે સૂત્ર અનુસાર સરકારે વિવાદ ખતમ કરવા માટે તે જોગવાઈનો સંભવિત હલ તૈયાર કરી લીધો છે જેના પર કિસાનોને વાંધો છે. 


કિસાનોના આક્રમક વલણ વચ્ચે આજે સરકારની સાથે બેઠક
ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે, આજે કિસાન આશા કરી રહ્યાં છે કે સરકાર પાંચમાં રાઉન્ડની વાર્તામાં તેમની વાતો માની લેશે. તો આજે થનારી વાર્તામાં સરકાર તરફથી કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સામેલ થશે. તેમની સાથે ખાદ્ય મંત્રી પીયુષ ગોયલ અને વાણિજ્ય-ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશ પણ હશે. 


આ માંગો પર વિચાર માટે તૈયાર છે સરકાર
ગુરૂવારે તોમરે કિસાન સંગઠનોના 40 કિસાન નેતાઓના સમૂહને આશ્વાસન આપ્યું કે, સરકાર તેમની ચિંતાઓ દૂર કરવા દરેક સંભવ પ્રયાસ કરશે. તે હેઠળ એપીએમસીને મજબૂત બનાવવા, પ્રસ્તાવિત ખાનગી બજારોની સાથે સમાન વાતાવરણ બનાવવા અને વિવાદ સમાધાન માટે કિસાનોને ઉંચી અદાલતમાં જવાની આઝાદી જેવા મુદ્દા પર વિચાર કરવા તૈયાર છે. તેમણે તે પણ કહ્યું કે, એમએસપી પર ખરીદ વ્યવસ્થા યથાવત રહેશે. પરંતુ બીજા પક્ષે કાયદામાં ઘણી ખામી ગણાવતા કહ્યું કે, આ કાયદાને સપ્ટેમ્બરમાં ઉતાવળમાં પસાર કરવામાં આવ્યા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube