નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશની અર્થવ્યવસ્થા મુદ્દે સતત વિપક્ષનાં પ્રહારો વચ્ચે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, વિશ્વનાં અન્ય દેશો મંદીનો સામનો કરી રહ્યા છે. વિશ્વની તુલનાએ ભારતની અર્થવ્યવસ્થા ખુબ જ સારી સ્થિતીમાં છે. નાણામંત્રીએ કહ્યું કે, વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ ટ્રેડવોરના કારણે મંદીની સમસ્યા પેદા થઇ છે.
ઇન્દ્ર માટે પણ કથાનો સમય નહી બદલતા બાપુએ નરેન્દ્ર માટે સમય બદલ્યો: PM મોદીએ ફ્રાંસમાં કર્યો બાપુનો ઉલ્લેખ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્મલા સીતારમણે કહ્યું કે, એવું નથી કે મંદીની સમસ્યા માત્ર ભારતમાં જ છે પરંતુ સમગ્ર વિશ્વમાં છે. સુધારો એક નિરંતર ચાલતી રહેતી પ્રક્રિયા છે અને દેશમાં સતત આર્થિક સુધારાઓ થયા છે. ભારતની અર્થવ્યવસ્થા અન્ય દેશોની તુલનાએ ખુબ જ સારી છે. 
જેટ એરવેઝ કેસમાં નરેશ ગોયલનાં ઘર સહિત 12 સ્થળો પર ઇડીના દરોડા
VIDEO કોમ્પ્યુટરથી પણ તેજ છે આ 10 વર્ષની છોકરીનું મગજ, આંખે પાટો બાંધીને કરે છે આ કામ
નાણામંત્રીએ કહ્યું કે, આર્થિક સુધારાની દિશામાં સરકાર સતત કામ કરી રહ્યા છે. ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવું પહેલાની તુલનાએ ખુબ જ સરળ થયું છે. જીએસટીને પણ સતત સરળ બનાવવાનાં પ્રયાસો થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, અનેક દેશોની તુલનામાં આપણો વિકાસદર ખુબ જ સારો છે.
Big Breaking: સમુદ્રના રસ્તે ભારતમાં ઘૂસ્યા લશ્કરના 6 આતંકીઓ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકાર પર આરોપ લાગતા રહે છે કે ટેક્સ મુદ્દે લોકો પરેશાન છે. અમે ટેક્સ અને લેબર કાયદામાં સતત સુધારણા કરી રહ્યા છીએ. ટેક્સ નોટિસ માટે કેન્દ્રીય સિસ્ટમ હશે અને ટેક્સ માટે કોઇને પરેશાન નહી કરવામાં આવે. નાણામંત્રીએ કહ્યું કે, 1 ઓક્ટોબરથી કેન્દ્રીય સિસ્ટમથી જ નોટિસ મોકલવામાં આવશે. જેના કારણે ટેક્સ ઉત્પીડનની ઘટનાઓ અટકાવી શકાશે.


નાણામંત્રીની મહત્વની જાહેરાતો...
- શેર બજારમાં કેપિટલ ગેન્સ પરથી સરચાર્જ હટાવાશે.
- સ્ટાર્ટ અપ ટેક્સ પુર્ણ કરવા માટે અલગ સેલ બનાવાશે. 
- લોન આવેદન માટેની ઓનલાઇન નજર રાખવામાં આવશે. 
- લોન ક્લોઝ થયા બાદ સિક્યોરિટી રિલેટેડ ડોક્યુમેન્ટ બેંકોએ 15 દિવસમાં આપવા પડશે. 
- રેપોરેટ ઘટા વ્યાજ દર તુરંત જ ઘટશે. 
- વ્યાજદર ઘટશે તો ઇએમઆઇ પણ ઘટશે. 
- બેંકોને વ્યાજદરો ઘટાડવા અને રેપોરેટનો ફાયદો ગ્રાહકોને આપવો પડશે. 
- ડીમેટ એકાઉન્ટ માટે આધારમુક્ત KYC રખાશે. 
- વાહન ખરીદી વધારવા માટે સરકાર અનેક નવી યોજનાઓ પર કામ કરી રહી છે. 
- 31 માર્ચ, 2020 સુધી ખરીદાયેલા BS-4 વાહનો માન્ય ગણાશે. 
- EV અને BS-4 ગાડીઓનું રજીસ્ટ્રેશન ચાલુ રહેશે
- વન ટાઇમ રજીસ્ટ્રેશન ફીને જુન 2020 સુધી વધારી દેવાઇ છે. 

ઓટો સેક્ટર માટે મોટી જાહેરાત
નાણામંત્રીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, 2020 સુધી બીએસ-4 ગાડીઓ ચાલુ રહેશે. સ્ક્રેપેજના મુદ્દે ઝડપથી કેબિનેટને મંજુરી મળશે. સરકારી વિભાગો નવી ગાડીઓ ખરીદી શકશે. નાણામંત્રીએ કહ્યું કે, 2019માં ગ્લોબલ ગ્રોથ 3.2 ટકાથી નીચે રહી શકે છે. તેમણે કહ્યું કે, હજી પણ આપણો વિકાસ દર અમેરિકા અને ચીન કરતા સારો છે. અમેરિકા અને ચીનમાં મંદીની અસર છે. જેની અસર ભારત પર પણ પડી છે. જો કે ભારતની અર્થવ્યવસ્થા મજબુત છે. ભારતમાં વ્યાપાર કરવો સરળ બન્યો છે. અમે સતત વ્યાપારને સરળ બનાવવાનાં પ્રયાસો કરી રહ્યા છીએ.