નવી દિલ્હી : દેશમાં આર્થિક મંદીની સ્થિતીને સુધારવા માટે કેન્દ્રની મોદી સરકારે ટેક્સ સુધારવાની જાહેરાત કરી છે. કેશ ફ્લો વધારવા માટે સરકારે બેંકોને 70 હજાર કરોડ રૂપિયા ઇશ્યું કરવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા અપાયેલા 70 હજાર કરોડ રૂપિયાનાં પેકેજથી આર્થિક વ્યવસ્થામાં 5 લાખ કરોડ રૂપિયાનો કેશ ફ્લો આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રોકાણને વધારવા માટે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ પર ટેક્સ સરચાર્જને પરત લેવાની જાહેરાત કરી છે. વિદેશી સંસ્થાગત રોકાણો એટલે કે FPI પર પણ વધારાનો સરચાર્જ પરત લેવામાં આવશે.


અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતીને અટકાવવા નાણામંત્રીની 10 મહત્વની જાહેરાત...
હવે એકવાર ફરીથી બજેટ પહેલાની સ્થિતી પર પરત જવાનો નિર્ણય લેવાયો છે. બજેટ પહેલા FPI પર 15 ટકાનો સરચાર્જ લાગતો હતો, જેને બજેટમાં 25 ટકા કરી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટીના ઉલ્લંઘનને તેમણે ક્રિમિનલ કેસ નહી બનાવવાની વાત કરી. તેમણે કહ્યું કે, આ અંગે માત્ર દંડ જ વસુલવામાં આવશે. સ્ટાર્ટઅપ્સ પર લાગનારા એંજલ ટેક્સને પરત  લેવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
નાણામંત્રીના અર્થવ્યવસ્થા પર અમી છાંટણા, તમામ ક્ષેત્રના ઉદ્યોગોને આપી રાહત
નોટોની સાઇઝ વારંવાર બદલાતા નારાજ કોર્ટે RBIની ઝાટકણી કાઢી, કહ્યું સત્તાનો દુરુપયોગ સહ્ય નહી
જીએસટીની ખામીઓને દુર કરાશે, બેંકોને 70 હજાર કરોડનું પેકેજ
આ સાથે જ બેંકો માટે 70 હજાર કરોડ રૂપિયાનાં પેકેજ રિલિઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા આર્થિક સુધારાઓનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કહ્યું કે, જીએસટીમાં જે પણ ખામીઓ છે, તેને દુર કરીશું. ટેક્સ અને લેબર કાયદામાં સતત સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. તે કહેવું ભુલ છે કે સરકાર કોઇનું ઉત્પીડન કરી રહી છે. સંપત્તી બનાવનારા લોકોનું અમે સન્માન કરીશું. તેમણે કહ્યું કે, કંપનીઓનાં વિલય અને અધિગ્રહણની મંજુરી ઝડપથી આવી રહી છે. નાણામંત્રીએ કહ્યું કે, ટેક્સ ઉત્પીડનનાં મુદ્દાઓને ઘટાડવામાં આવશે.