અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતીને અટકાવવા નાણામંત્રીની 10 મહત્વની જાહેરાત...

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશની અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને દુર કરવા માટે શુક્રવારે અનેક પગલા ઉઠાવવાની જાહેરાત કરી. નાણામંત્રીએ નાગરિકોમાં માંગ વધારવાથી માંડીને ઉદ્યોગ જગતને રાહત આપવાનાં ઉપાયોની જાહેરાત કરી. ગત્ત થોડા મહિનાઓથી ઓટોમોબાઇલ સહિત અનેક અન્ય ઉદ્યોગની બગડતી સ્થિતીને જોતા નાણામંત્રાલયે આ પગલુ ઉઠાવવા માટે મજબુર થવું પડ્યું છે. નાણામંત્રાલયે કહ્યું કે, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આ પગલું ઉઠાવાઇ રહ્યું છે. આવો જાણીએ મંત્રાલયે આ ઉપાયોની તમારા પર શું અસર પડશે. 
અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતીને અટકાવવા નાણામંત્રીની 10 મહત્વની જાહેરાત...

નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશની અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને દુર કરવા માટે શુક્રવારે અનેક પગલા ઉઠાવવાની જાહેરાત કરી. નાણામંત્રીએ નાગરિકોમાં માંગ વધારવાથી માંડીને ઉદ્યોગ જગતને રાહત આપવાનાં ઉપાયોની જાહેરાત કરી. ગત્ત થોડા મહિનાઓથી ઓટોમોબાઇલ સહિત અનેક અન્ય ઉદ્યોગની બગડતી સ્થિતીને જોતા નાણામંત્રાલયે આ પગલુ ઉઠાવવા માટે મજબુર થવું પડ્યું છે. નાણામંત્રાલયે કહ્યું કે, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આ પગલું ઉઠાવાઇ રહ્યું છે. આવો જાણીએ મંત્રાલયે આ ઉપાયોની તમારા પર શું અસર પડશે. 
ઇન્દ્ર માટે પણ કથાનો સમય નહી બદલતા બાપુએ નરેન્દ્ર માટે સમય બદલ્યો: PM મોદીએ ફ્રાંસમાં કર્યો બાપુનો ઉલ્લેખ

સસ્તી થશે હોમ લોન અને ઓટોલોન
સીતારમણે કહ્યું કે, બેંકોને આરબીઆઇ દ્વારા રેપોરેટમાં કરવામાં આવેલા ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે. તેના માટે તેઓ રેપોરેટ અથવા એક્સટર્નલ બેંચમાર્ક લિંક્ડ લોન પ્રોડક્ટ્સ પહેલા જ લોન્ચ કરી ચુક્યા છે. બેંકોનાં આ પગલાથી સ્પષ્ટ છે કે ગ્રાહકોને હવે હોમ અને ઓટો લોન સસ્તામાં મળશે. 
નાણામંત્રીના અર્થવ્યવસ્થા પર અમી છાંટણા, તમામ ક્ષેત્રના ઉદ્યોગોને આપી રાહત
30 દિવસમાં જીએસટી રિફંડ
જીએસટી રિફંડમાં મોડુ થવાનાં કારણે વ્યાપારમાં મુસીબતોનો સામનો કરનારા વેપારીઓને નાણામંત્રીએ રાહત આપી છે. તમામ બાકી રહેલા જીએસટી રિફંડની ચુકવણી 30 દિવસોમાં કરવામાં આવશે. નાણામંત્રીએ તેમ પણ કહ્યું કે, હવે ભવિષ્યમાં જીએસટી રિફંડની ચુકવણી 60 દિવસની અંદર કરી દેવામાં આવશે. 
નોટોની સાઇઝ વારંવાર બદલાતા નારાજ કોર્ટે RBIની ઝાટકણી કાઢી, કહ્યું સત્તાનો દુરુપયોગ સહ્ય નહી

જેટ એરવેઝ કેસમાં નરેશ ગોયલનાં ઘર સહિત 12 સ્થળો પર ઇડીના દરોડા
બીએસ4 વાહનો પર રાહત
જેમની પાસે બીએસ4 માનકના વાહનો છે, તેઓ તેનો ઉપયોગ તેને રજિસ્ટ્રેશન પીરિયડ સુધી કરી શકશે. એટલું જ નહી માર્ચ 2020 સુધી ખરીદાયેલ બીએસ4 માનકનાં વાહન માન્ય હશે. 

વાહનોનાં રજીસ્ટ્રેશન ચાર્જમાં છુટ
વાહનોનાં મોટા મોટા રજીસ્ટ્રેશન કિંમતને આવતા વર્ષે જુન મહિના સુધી ટાળી દેવામાં આવી છે. 

બેંકોને 70 હજાર કરોડ રૂપિયાની મુડી મળશે.
કેન્દ્ર સરકાર સરકારી બેંકોમાં 70 હજાર કરોડ રૂપિયાની મુડી નાખવામાં આવશે. કેન્દ્ર સરકારનાં આ પગલાથી બેંક મહત્તમમાં મહત્તમ લોન વહેંચી શકશે. સરકારને આશા છે કે બેંકોમાં 70 હજાર કરોડ રૂપિયાની મુડીથી આર્થિક વ્યવસ્થા પાંચ લાખ કરોડ રૂપિયા આવશે. 

આવકવેરા વિભાગની નોટિસોનો ઉકેલ
તમામ આવકવેરા વિભાગની નોટિસોનો ઉકેલ ત્રણ મહિનાની અંદર લવાશે. 

વધારે સરળ બનશે જીએસટી પ્રક્રિયા
નાણામંત્રીએ વસ્તુ અને સેવા કર પ્રણાલીને વધારે સરળ બનાવવાનો સંકલ્પ લીધો છે, જેથી કરદાતાઓને સરળતા રહે. 

કર વિભાગ દ્વારા ઉત્પીડન પર બ્રેક લાગશે
નાણામંત્રીએ કર અધિકારીઓ દ્વારા કરદાતાઓનાં ઉત્પીડનને ખતમ કરવા માટે પગલા ઉઠાવવાનો સંકલ્પ લીધો છે. જુની ટેક્સ નોટિસ પર એક ઓક્ટોબર સુધી નિર્ણય લેવો પડશે. 

15 દિવસમાં મળશે લોન ડૉક્યુમેન્ટ્સ
સરકારી બેંક ગ્રાહકોને લોન બંધ થયાનાં 15 દિવસની અંદર લોન ડોક્યુમેન્ટ્સ પરત કરવા પડશે. 

સુપરરિચ પર વધેલો સરચાર્જ પાછો ખેંચાયો
બજેટ દરમિયાન સુપરરિચ પર વધાયેલા સરચાર્જને નાણામંત્રાલયે પરત લેવાનો નિર્ણય લીધો છે. તેના કારણે એફપીઆઇ અને સ્થાનિક રોકાણકારોને રાહત મળશે અને બજારમાં આવેલી સુસ્તી દુર થશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news