નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આકાશ વિજય વર્ગીયની મધ્યપ્રદેશ પોલીસ ધરપકડ કરી લીધી છે. ઇંદોર નગર નિગમ અધિકારીની બેટથી માર મારવાનો વીડિયો સામે આવ્યા બાદ આકાશ વિજય વર્ગીયની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી. અત્યારે પોલીસે કાર્યવાહી કરતા આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરી લીધી છે. આકાશની વિરુદ્ધ આઇપીસીની કલમ 353, 294, 323 506, 147,અને 148  હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉતરાખંડમાં 2થી વધારે બાળક, 10થી ઓછુ ભણેલ વ્યક્તિ નહી લડી શકે પંચાયત ચૂંટણી
આકાશ વિજયવર્ગીય ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મહાસચિવ અને દિગ્ગજ નેતા કૈલાશ વિજય વર્ગીયનો પુત્ર છે. આ મુદ્દે આકાશ વિજયવર્ગીયનું કહેવું છે કે તે આ પ્રકારે ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દીને ખતમ કરશે. તેમણે કહ્યું કે, આવેદન, નિવેદન અને પછી ધનાધન સુત્ર સાથે તેઓ કાર્યવાહી કરે છે. 


રાજ્યસભા: PM મોદીએ 'ગાલિબની ભૂલ'થી કોંગ્રેસ પર સાધ્યું નિશાન, જાણો ભાષણની 10 મહત્વની વાતો
આરોગ્ય ક્ષેત્રે રાજ્ય સરકાર GDPના ઓછામાં ઓછા 8 ટકાનો ખર્ચ કરે: નીતિ પંચ
નિગમ અધિકારીને માર મારવા મુદ્દે આકાશ સાથે જ 10 અન્ય લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે. આકાશને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આકાશ વિજયવર્ગીય મારપીટ કરતો એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે આકાશ નિગમ અધિકારીને સાથે મારપીટ કરી રહ્યો છે.


કોંગ્રેસ જીતને પચાવી શકતી નથી, હારને સ્વીકારી શકતી નથી: પીએમ મોદી
ઘટના અંગે વિગતે માહિતી અનુસાર ઇંદોર નિગમ અધિકારીની ટીમ જર્જરીત મકાન તોડવા માટે આવી હતી. જો કે આકાશ વિજય વર્ગીયએ તેની સાથે મારામારી કરી કરી હતી. આકાશ ક્રિકેટ બેટથી અધિકારીઓ પર હુમલો કરવા માટે પહોંચી ગયો હતો. અધિકારીઓ સાથે ગેરવર્તણુંક કરવા લાગ્યો હતો. બીજી તરફ આકાશનાં સમર્થકોએ પણ નિગમનાં અધિકારીઓ સાથે મારામારી કરી હતી.