કોંગ્રેસ જીતને પચાવી શકતી નથી, હારને સ્વીકારી શકતી નથી: પીએમ મોદી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર સંસદના બંને સદનોમાં ચર્ચા ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકસભામાં અભિભાષણ પર જવાબ આપ્યો તો આજે તેમણે રાજ્યસભામાં જવાબ આપ્યો. લોકસભામાં તેમણે પોતાના ભાષણમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં. આજે રાજ્યસભામાં પણ તેઓએ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોને બરાબર આડે હાથ લીધા. 

કોંગ્રેસ જીતને પચાવી શકતી નથી, હારને સ્વીકારી શકતી નથી: પીએમ મોદી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર સંસદના બંને સદનોમાં ચર્ચા ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકસભામાં અભિભાષણ પર જવાબ આપ્યો તો આજે તેમણે રાજ્યસભામાં જવાબ આપ્યો. લોકસભામાં તેમણે પોતાના ભાષણમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં. આજે રાજ્યસભામાં પણ તેઓએ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોને બરાબર આડે હાથ લીધા. 

પીએમ મોદીના ભાષણના મુખ્ય અંશ...

  • અમે હજુ પણ માનીએ છીએ કે સરદાર સાહેબ દેશના પહેલા વડાપ્રધાન હોત તો કાશ્મીર સમસ્યા ન હોત. એ અમારું માનવું છે. સરદાર સાહેબ જીવનભર કોંગ્રેસ માટે જીવ્યા, કોંગ્રેસ માટે જીવન સમાપ્ત  કર્યું. ગુજરાતમાં ચૂંટણી થાય તો સરદાર પોસ્ટરમાં દેખાય છે પરંતુ લોકસભા ચૂંટણીમાં નહીં. કોંગ્રેસના લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવા જોઈએ. 
  • NRCની ચર્ચા થઈ. શું તમે તેનું ક્રેડિટ નહીં લો. રાજીવ ગાંધીએ અસમ સમજૂતિમાં NRC સ્વીકાર કર્યો. અમને સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો. અમે લાગુ કરી રહ્યાં છીએ. મત પણ લેવા છે અને ક્રેડિટ પણ લેવું છે, આમ નહીં ચાલે. NRCનો તે સમયે જે નિર્ણય લેવાયો હતો તેને અમે લાગુ કરીશું. અમારા માટે તે વોટબેંકનો મુદ્દો નથી. 
  • જ્યારે દિલ્હીના રસ્તાઓ પર ગળામાં તાર લટકાવીને શીખોને જીવતા બાળવામાં આવતા હતા. જેમના નામ આવ્યાં હતાં તેઓ આજે પણ આ પાર્ટીમાં મોટા પદો પર છે. ઉપદેશ આપતા પહેલા પોતાના ઘરોમાં ઝાંકવાની જરૂર છે. ત્યારે આપણે એ બધી વસ્તુઓ ભૂલી જઈએ છીએ. આવા તો અનેક ઉદાહરણો મળશે. 
  • બધાનો સાથ, બધાનો વિકાસ અને બધાનો વિશ્વાસ અમારા 5 વર્ષના કાર્યકલ્પથી દેશની જનતાએ અમૃત આપ્યું છે. 
  • સરદારસાહેબ દેશના પહેલા વડાપ્રધાન હોત તો જમ્મુ કાશ્મીરની સમસ્યા ન હોત. પીએમ મોદી. 
  •  'તા ઉમ્ર ગાલિબ યે ભૂલ કરતા રહા, ધૂળ ચહેરે પે થી, આઈના સાફ કરતા રહા'... રાજ્યસભામાં પીએમ મોદીએ ગાલિબનો શેર પણ સંભળાવ્યો.
  • અમે જાણીએ છીએ કે અહીં અમને બહુમત નથી. આથી જનતા જનાર્દને જે નિર્ણય લીધો છે તેનું ગળું ઘોંટવાનો પ્રયત્ન થવો જોઈએ નહીં. 5 વર્ષ અમે સહન કર્યું, દેશને નુકસાન થયું તેનું અમને દુ:ખ થયું છે. અમે સહન કર્યું છે. આથી સભાપતિજી અમે તમારી પાસેથી પ્રોટેક્શન ઈચ્છીએ છીએ. દેશની જનતાએ અમને ઈચ્છાઓને પૂરી કરવાની જવાબદારી સોંપી છે. રાજ્યસભામાં પણ તેને પૂરી કરવાનો સહયોગ મળવો જોઈએ. 
  • દેશમાં નાની નાની ચીજોથી બદલાવ આવે છે. દેશમાં નાની વસ્તુઓ જોઈએ. અમે મોટા નહીં નાના વચ્ચેથી આવ્યાં છીએ. આપણે તેમના માટે  કામ કરવું જોઈએ. અમે પાંચ વર્ષોમાં સામાન્ય લોકોના કામ કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે. હવે આ પાંચ વર્ષ આવશ્યકતાઓથી વધુ ઈચ્છાઓ પૂરી કરવાનું કામ છે. અમે ભાગ્યશાળી છીએ કે જ્યારે દેશના સામાન્ય લોકો ઈચ્છાઓની સાથે છે. તેનાથી કામમાં ગતિ વધે છે. આથી અમારા બધાની જવાબદારી વધે છે. 
  •  હું હેરાન છું કે હવે ન્યુ ઈન્ડિયાનો વિરોધ થઈ રહ્યો છે. હું એ સમજી શકું છું કે તેમાં 5 વાત સાચી અને 5 વાત ખોટી છે. બીજાએ શું કર્યું તે છોડો... દેશના લોકોને નિરાશા તરફ ધકેલવાનું પાપ ન કરો. ઓલ્ડ ઈન્ડિયા જોઈએ છે... કેમ ભાઈ, જ્યાં કેબિનેટના નિર્ણયને  પત્રકારો વચ્ચે ફાડી નાખવામાં આવે, એવું ઓલ્ડ ઈન્ડિયા જોઈએ છે. આપણને એ ઓલ્ડ ઈન્ડિયા જોઈએ છે જે જળ, થલ નભના કૌભાંડોથી પરેશાન રહે? આપણને એ ઓલ્ડ ઈન્ડિયા જોઈએ કે જે ટુકડે ટુકડે ગેંગના સમર્થનમાં પહોંચી જાય. પાસપોર્ટ માટે મહીનાઓ સુધી રાહ જોવી પડે, શું આપણને એ ઓલ્ડ ઈન્ડિયા જોઈએ છે? ઈન્ટરવ્યુના નામ પર ભ્રષ્ટાચારવાળુ ઈન્ડિયા જોઈએ?
  • આ જ સદનમાં વિદ્વાનો બેઠા હતાં તેમણે કહ્યું હતું કે દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન શક્ય નથી. જ્યારે અમે આધારથી ભ્રષ્ટાચાર ખતમ કરવા ઈચ્છીએ છીએ તો તે ખોટું. અમે મહાન ભારત બનાવવા માંગીએ છીએ તો ટેક્નોલોજીથી કેટલા દૂર રહીશું. દરેક ચીજોથી ભગતા રહીશું..જીએસટી, ઈવીએમ,વીવીપેટ દરેક વસ્તુનો વિરોધ. આ સદનમાં જે પક્ષોનો વ્યવહાર છેલ્લા પાંચ વર્ષમાં અડચણો નાખવાનો રહ્યો છે, અડિંગા જમાવવાનો રહ્યો છે, તે બધાને દેશવાસીઓએ સજા આપી છે. 
  • કેટલાક લોકો કહે છે કે જો સાથે ચૂંટણી થશે તો રિજીઓનલ પાર્ટીઓ ખતમ થઈ જશે. જ્યાં જ્યાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થઈ ત્યાં પ્રાદેશિક પાર્ટીઓ જીતી છે. દેશના મતદારોને સમજ છે આથી તેમની સમજદારી પર શક ન કરો. દરેક પ્રયત્નનું સ્વાગત થવું જોઈએ. પરંતુ આપણે પહેલેથી જ દરવાજા બંધ કરીએ તો ક્યારેય બદલાવ આવે નહીં. 
  • કોંગ્રેસ એક દેશ, એક ચૂંટણીના પક્ષમાં નથી. ચર્ચા તો કરો. શું આ સમયની માગણી નથી કે આપણા દેશમાં કમસે કમ મતદાર સૂચિ તો એક હોય. આજે દેશનું દુર્ભાગ્ય છે કે જેટલા ચૂંટણી, તેટલી મતદાર યાદી. રાજ્ય અને કેન્દ્ર મળીને પસંદગી કરે. ચૂંટણીના રિફોર્મ જરૂરી છે. આ તો થતું રહેવું જોઈએ. 
  • કોંગ્રેસ જીત પચાવી શકતી નથી, હાર સ્વીકારવાનું સામર્થ્ય પણ નથી: પીએમ મોદી 

— ANI (@ANI) June 26, 2019

  • 2014થી હું સતત જોઈ રહ્યો છું કે કોંગ્રેસ હારને સ્વીકર કરી શકતી નથી. મધ્ય પ્રદેશમાં શું થયું. હમણા તો જીત્યાં. 
  • તે હવામાં આપણા તમામ લોકો આવી ગયા હતાં. અમે પણ માનવા લાગ્યા હતાં કે ઈવીએમમાં ગડબડી છે. અમે તમામ વસ્તુઓ સમજી અને અમારી પાર્ટીમાં પણ તે વસ્તુને સમજનારા લોકોને સમજાવવામાં આવ્યું કે તેઓ ખોટા રસ્તે છે. 
  • ચૂંટણી પંચે પડકાર ફેંક્યો હતો. આજે જે લોકો ઈવીએમને લઈને હલ્લાબોલ કરી રહ્યાં છે, ત્યાં કોઈ ગયા જ નહીં. ફક્ત બે પક્ષ ગયાં એનસીપી અને સીપીઆઈ. બાકીના લોકો ચૂંટણી પંચે આમંત્રણ આપ્યું તો પણ ન ગયાં. 
  • 1977માં ઈવીએમ પર ચર્ચા થઈ. 1982માં પહેલાવાર તેનો ઉપયોગ થયો. 1988માં આ જ સદનના મહાનુભવોએ કાયદાકીય રીતે આ વાતને સ્વીકૃતિ આપી. કોંગ્રેસના નેતૃત્વમાં ઈવીએમને લઈને નિયમ બન્યાં. તમે હારી ગયા એટલે રડો છો. આ કઈ રીત છે. આ ઈવીએમથી અત્યાર સુધી વિધાનસભાની ચૂંટણી થઈ છે. અત્યાર સુધી 113, અને અહીં ઉપસ્થિત     તમામ પક્ષોને તે જ ઈવીએમથી જીતીને સત્તામાં આવવાની તક મળી. ચાર લોકસભાની સામાન્ય ચૂંટણી થઈ છે. તેમાં પણ દળ બદલાયા છે અને આજે આપણે પરાજય બદલ આવી વાતો કરીએ છીએ. તમામ પરીક્ષમ બાદ ઈવીએમ પર દેશની તમામ ન્યાયપાલિકાએ યોગ્ય ચુકાદો આપ્યો છે. 
  • એક નિરંતર પ્રક્રિયા છે સુધારની, પહેલાનો જમાનો જુઓ. ચૂંટણી બાદ અખબારોની હેડલાઈન શું હતી. આટલી હિંસા થઈ, આટલા લોકો માર્યા ગયાં. આટલા બૂથ  કેપ્ચર થયા. આજે હેડલાઈન હોય છે કે પહેલાની સરખામણીમાં મતદાન આટલું વધ્યું. 
  •  એક સમયે અમારી સંખ્યા 2 હતી. અમારી મજાક ઉડતી હતી. નિરાશાજનક વાતાવરણમાં વિશ્વાસના આધારે અમે પાર્ટીને ઊભી કરી. અમે હાર પર ક્યારેય વિલાપ કર્યો નથી. જ્યાં સ્વયં પર ભરોસો ન હોય ત્યાં સામર્થ્યનો અભાવ હોય છે. ત્યારે બહાના શોધાય છે. ઠીકરું ઈવીએમ પર ફોડાય છે.
  • આ વખતની ચૂંટણીમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. મહિલાઓ વધુ સંખ્યામાં ચૂંટણી જીતીને સંસદમાં આવી છે. 

જુઓ LIVE TV

  • મને નવાઈ લાગે છે કે ચૂંટણીમાં હાર બાદ મીડિયાને પણ ગાળો અપાઈ. મીડિયાના કારણે ચૂંટણી જીતાય છે? મીડિયા શું બીકાઉ છે? શું કેરળ અને તમિલનાડુમાં પણ આ લાગુ થશે?
  • આ ચૂંટણી અંગે જોઈએ તો 40-45 ડિગ્રી તાપમાનમાં પણ લોકો લાઈનમાં ઊભા હતાં. 80 વર્ષના વૃદ્ધ પણ લાઈનમાં ઊભા હતાં. કેટલી તપસ્યા બાદ ચૂંટણી થતી હતી. અને આપણે ચૂંટણીને  લઈને સવાલો ઉઠાવી તેમનું અપમાન કરીએ છીએ. 
  • તેમણે કહ્યું કે શું વાઈનાડમાં હિન્દુસ્તાન હારી ગયુ્? શું રાયબરેલીમાં હિન્દુસ્તાન હારી ગયુ? શું બહેરામપુરમાં અને તિરુઅનંતપુરમમાં હિન્દુસ્તાન હારી ગયું? શું કોંગ્રેસ હારી તો દેશ હારી ગયો? અહંકારની એક સીમા હોય છે. આ પ્રકારની ભાષા બોલવી એ દેશના મતદારો પર સવાલ ઊભા કરવા જેવું છે. દેશના મતદારોનું અપમાન છે. 
  • પીએમ મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર સ્પીચ આપી રહ્યાં છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news