નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ (IGI) પર બુધવારે મોડી રાતે એર ઈન્ડિયાની એક બોઈંગ ફ્લાઈટમાં આગ લાગી ગઈ. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ આગ લાગ્યા બાદ ફ્લાઈટ ભડકે બળવા લાગી  હતી. આખી ફ્લાઈટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આ અકસ્માતમાં જો કે કોઈ પણ પ્રકારના જાનમાલનું નુકસાન થયું નથી. કહેવાય છે કે વિમાનમાં મરમ્મતનું કામ ચાલુ હતું તે દરમિયાન આગ લાગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પડોશમાં આતંકવાદની ફેક્ટરી ચાલે છે અને વિરોધીઓ કહે છે કે આ મુદ્દો જ નથી: પીએમ મોદી


ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ (B777-200 LR) અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો (San Francisco)  ઉડાણ ભરવાની હતી. ઉડાણ અગાઉ મરમ્મતનું કામ ચાલુ હતું ત્યારે જ અચાનક ફ્લાઈટમાં આગ લાગી હતી. વિમાનનું એસી રિપેરિંગનું કામ ચાલુ હતું. અચાનક આગ લાગી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...