પડોશમાં આતંકવાદની ફેક્ટરી ચાલે છે અને વિરોધીઓ કહે છે કે આ મુદ્દો જ નથી: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના દરભંગા અને મધુબનીથી ભાજપના ઉમેદવાર અને સમસ્તીપુરથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યાં.
Trending Photos
દરભંગા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના દરભંગા અને મધુબનીથી ભાજપના ઉમેદવાર અને સમસ્તીપુરથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યાં. પોતાના સંબોધન દરમિયાન તેમણે એર સ્ટ્રાઈક અને આતંકવાદનો પણ ઉલ્લેખ કર્યો. પોતાના ભાષણની શરૂઆત મૈથિલીમાં કરી. તેમણે કહ્યું કે આ લહેર નવા ભારતની લલકાર છે. 21મી સદીમાં જે દીકરા દીકરી પહેલીવાર દિલ્હીની સરકાર ચૂંટવા જઈ રહ્યાં છે તેઓ ચૂંટણીનું નેતૃત્વ કરી રહ્યાં છે. તેમને જાતિ, મત, પંથ અને ધર્મના જૂના ચૂંટણી સમીકરણ સમજમાં આવતા નથી. દેશના યુવા મતદારોને એનડીએના ગઠબંધન પર ભરોસો છે.
પીએમએ કહ્યું કે મજબુત દેશ માટે મજબુત વડાપ્રધાનની જરૂર છે. 8,10,40 બેઠકોથી ચૂંટણી લડનારા પણ વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યાં છે. વડાપ્રધાને સામે હાજર ભીડને પૂછ્યું કે પીએમની લાઈનમાં જેટલા પણ ચહેરા છે તેમાંથી આતંકવાદને કોણ ખતમ કરી શકે છે? ભીડે મોદીનું નામ લેવાનું શરૂ કરી દીધુ. ત્યારબાદ તેમણે કહ્યું કે આતંકવાદને ખતમ મોદી નહીં પરંતુ તમારો એક મત કરી શકે છે. આતંકવાદને ખતમ કરવા માટે મજબુત વડાપ્રધાન જરૂરી છે.
Prime Minister Narendra Modi in Darbhanga, Bihar: National security may not be an issue for those who do 'mahamilavat' but in new India, it is a big issue. This is the new India, it will go inside terror camps and destroy them. https://t.co/lOq9ezpd6X
— ANI (@ANI) April 25, 2019
પીએમ મોદીએ કહ્યું કે ભારત માતાની જય, અને વંદે માતરમ આપણી શક્તિ છે. પરંતુ કેટલાક લોકોને તેનાથી મુશ્કેલી છે. આવા લોકોની જમાનત જપ્ત થવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં અમે ઘરે ઘરે વીજળી પહોંચાડવાનું કામ કર્યું. આગામી પાંચ વર્ષોમાં અમે પાણી પહોંચાડવાનું કામ કરવા જઈ રહ્યા છીએ. પાણી માટે અલગ જળ મંત્રાલય બનાવીશું. જેનાથી બિહારને ખુબ લાભ થશે. વર્ષ 2020 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે અમારી સરકાર કામ કરી રહી છે. 23 મે બાદ તમામને ખેડૂત સમ્માન સમૃદ્ધિ યોજનાનો લાભ મળશે.
પીએમ મોદીએ કહ્યું કે વિરોધીઓ કહે છે કે મોદી આતંકવાદની વાત કેમ કરે છે, આ તો મુદ્દો જ નથી. પીએમ મોદીએ કહ્યું કે આપણા પડોશમાં આતંકવાદની ફેક્ટરી ચાલી રહી છે અને વિરોધીઓ કહે છે કે આ મુદ્દો જ નથી. પીએમ મોદીએ કહ્યું કે 40 વર્ષ અગાઉ દરેક જણ સામાન્ય જીવન જીવતા હતાં. આજે જે પૈસાથી ગરીબો માટે શાળાઓ અને હોસ્પિટલો બનવી જોઈએ તેનાથી આપણે બોમ્બ, બંદૂકો, અને પિસ્તોલ ખરીદવા પડે છે. તેમણે કહ્યું કે આતંકવાદને ખતમ કરવો જરૂરી છે. નવા ભારતમાં દેશની સુરક્ષા મોટો મુદ્દો છે. આ નવું હિન્દુસ્તાન છે જે આતંકના અડ્ડાઓમાં ઘૂસીને મારશે. તમારો ચોકીદાર સજાગ છે. ન કોઈ મોડ્યુંલ રહેશે અને ન તો કોઈ મિલિટન્ટ બચશે.
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે લગભગ 300 બેઠકો પર મતદાન બાદ એર સ્ટ્રાઈકના પુરાવા માંગનારા અચાનક ગાયબ થઈ ગયા છે. જે પહેલા પાકિસ્તાનના પક્ષકાર બની બેઠેલા તેઓ હવે મોદી અને ઈવીએમને ગાળી આપવામાં લાગ્યા છે. જમીનથી કપાયેલા લોકો, જનતાની નસને ઓળખી શક્યા નહીં. આથી જનતાએ ત્રણ તબક્કાઓમાં જ તેમને ઠેકાણે લાવી દીધા. આ લોકો ચીડાયેલા છે, હચમચી ગયેલા છે.
જુઓ LIVE TV
આ દમરિયાન પીએમ મોદીએ પોતાના પાંચ વર્ષના લેખાજોખા પણ રજુ કર્યાં. તેમણે આયુષ્યમાન ભારત અને સવર્ણ અનામત બિલનો ઉલ્લેખ કર્યો. આ સાથે જ કહ્યું કે મિથિલાંચલને રામાયણ સર્કિટ સાથે પણ જોડાયું છે. મિથિલા પેન્ટિંગ માટે કામ કરાયું છે. દરભંગા એરપોર્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. અમે મિથિલાંચલને વિક્સિત કરી રહ્યાં છીએ. મજબુત ભારત માટે દરભંગા અને મધુબનીમાં કમળના ફૂલ પર અને સમસ્તીપુરમાં લોજપાના ચૂંટણી ચિન્હ પર બટન દબાવવાનું છે. તમારો દરેક મત મોદીને મજબુત કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે