પણજી: હાલમાં જ કોરોનાથી સંપૂર્ણ રીતે મુક્ત થઈને ગ્રીન ઝોન જાહેર થયેલા ગોવામાં પોઝિટિવ દર્દી મળ્યા હોવાના સમાચાર છે. ગ્રીન ઝોન જાહેર થયા બાદ રાજ્યમાં કોરોનાનો આ નવા કેસ છે. રેપિડ ટેસ્ટમાં સાત કોરોના પોઝિટિવ દર્દીઓ જોવા મળ્યા છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ સમાચાર જણાવ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ગોવામાં રેપિડ ટેસ્ટમાં વધુ સાત લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. આ તમામ મુંબઈથી આવ્યાં હતાં. કોરોના સંક્રમણની પુષ્ટિ માટે તેમના સેમ્પલને ગોવા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યાં છે. હાલ તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ અંગે જાણકારી આપી. જો આ ટેસ્ટમાં પણ આ સાતેય દર્દીઓ કોરોના પોઝિટિવ આવે તો કોરોના ફ્રી ગોવા માટે આ અશુભ સમાચાર હશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube