શપથ ગ્રહણ કર્યા બાદ આજે પહેલા દિવસે શું કરશે PM મોદી... જાણો સંપૂર્ણ શિડ્યૂલ
વડાપ્રદાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણની સાથે તેમનું કામ શરૂ કરી દીધુ છે. નક્કી કાર્યક્રમના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવાર રાત્રે સૌથી પહેલા કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સૂરોનબે જીનબેકોવથી મુલાકાત કરી હતી. મુલાકત દરમિયાન દ્વિપક્ષીય મુદ્દો પર વ્યાપક ચર્ચા કરી હતી.
નવી દિલ્હી: વડાપ્રદાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણની સાથે તેમનું કામ શરૂ કરી દીધુ છે. નક્કી કાર્યક્રમના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવાર રાત્રે સૌથી પહેલા કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સૂરોનબે જીનબેકોવથી મુલાકાત કરી હતી. મુલાકત દરમિયાન દ્વિપક્ષીય મુદ્દો પર વ્યાપક ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશોના નાગરિકોના મ્યુચ્યુઅલ હિત માટે વિવિધતા લાવવા પર વિચાર-વિમર્શ કર્યો હતો.
વધુમાં વાંચો: જાણો, PM મોદીના કેબિનેટમાં કયા રાજ્યમાંથી કેટલા મંત્રી, આ રાજ્યમાંથી સૌથી વધુ ચહેરા
વડાપ્રધાન કાર્યકાળના અનુસાર, કિર્ગીસ્તાન વર્તમાન સમયમાં શંઘાઈ શાંઘાઈ કોર્પોરેશન સંસ્થાની અધ્યક્ષતા કરી રહ્યું છે. મુલાકાત દરમિયાન કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ સૂરોનબે જીનબેકોવએ સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજી વખત વડાપ્રધાન બનવાની શુભ્છાઓ પાઠવી હતી. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ સૂરોનબે જીનબેકોવએ 13થી 15 જૂનની વચ્ચે કિર્ગીસ્તાનમાં યોજનાર એસસીઓ સન્મેલનમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદની આમંત્રણ પણ આપ્યું છે.
વધુમાં વાંચો: J&K: શોપિયાંમાં આતંકવાદી અને સુરક્ષા દળ વચ્ચે એન્કાઉન્ટર, બંને તરફથી ફાયરિંગ ચાલુ
વડાપ્રધાન કાર્યકાળ અનુસાર, આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષમાં કિર્ગીસ્તાન તરફથી મળી રહેલા દ્વિપક્ષીય સહયોગના માત્ર પ્રશંસા કરી પરંતુ ભવિષ્યમાં તેને વધુ મજબૂત કરવાનું વચન પણ આપ્યું છે. ત્યાર, રાષ્ટ્રપતિ સૂરોનબે જીનવેકોવ દ્વારા કિર્ગીસ્તાન આવવાના આમંત્રણને સ્વીકાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દેશ આવવાનું આશ્વાસન પણ આપ્યું છે. આ મુલાકાત બાદ ગુરૂવાર મોડી રાત્રે રાષ્ટ્રપતિ જૂરોનબે જીનબેકોવ કિર્ગીસ્તાન પરત ફર્યા હતા.
વધુમાં વાંચો: ‘PM મોદીએ મારા પર વિશ્વાસ કર્યો, હું સર્વશ્રેષ્ઠ યોગદાન આપીશ’: અમિત શાહ
આજે પણ ચાલુ રહેશે વિદેશી મહેમાનોની સાથે મુલાકાતનો દોર
પોતના બીજા કાર્યકાળમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો પહેલો દીવસ છે. આજે તેઓ તેમના દિવસની શરૂઆત તેમના શપથ ગ્રહણ સમારોહમાં આવેલા વિદેશ મહેમાનોથી મુલાકાતની સાથે કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધા વિદેશી મહેમાનોથી ઇન્ડિયા ગેટ નજીક સ્થિત હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરશે. તેમની આ મુલાકાત દરમિયાન શુક્રવાર સવારે 10:30થી શરૂ થઇ બપોર સુધી ચાલશે. જેમાં તે બિમ્સેનેટ સભ્ય દેશોના રાષ્ટ્ર પ્રમુખો ઉપરાંત મોરિશસના વડાપ્રધાનથી મુલાકાત કરશે.
વધુમાં વાંચો: નવી મોદી કેબિનેટની પહેલી બેઠક આજે સાંજે, લઇ શકયા છે મહત્વના નિર્ણય
આજે બાંગલાદેશના રાષ્ટ્રપતિ સાથે થશે પહેલી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર સવારે 10:30 વાગે સૌથી પહેલા હૈદરાબાદ હાઉસમાં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદની સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત લગભગ 20 મિનિટ સુધી ચાલી હતી. ત્યારબાદ સવારે 10:50 વાગ્યે પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરેસેન સાથે મુલાકાત કરી હતી. તેઓ સવારે 11:10 વાગ્યે પીએમ મોદી અને મોરિશસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથનની વચ્ચે મુલાકાત થઇ હતી. સવારે 11:30 વાગ્યે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી સાથે મુલાકાત યોજી હતી. ત્યારબાદ છેલ્લે પીએમ મોદી ભૂટાનના વડાપ્રધાન લોટયે શેરિંગ સાથે વાતચીત કરશે.
જુઓ Live TV:-