જાણો, PM મોદીના કેબિનેટમાં કયા રાજ્યમાંથી કેટલા મંત્રી, આ રાજ્યમાંથી સૌથી વધુ ચહેરા

નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સતત બીજી વખત ભારના વડાપ્રધાન પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા છે. મોદી પહેલી વખત 2014માં દેશના વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સતત બીજી વખત આ પદ સંભાળના ભારતના ત્રીજા વડાપ્રધાન બન્યા છે.

જાણો, PM મોદીના કેબિનેટમાં કયા રાજ્યમાંથી કેટલા મંત્રી, આ રાજ્યમાંથી સૌથી વધુ ચહેરા

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સતત બીજી વખત ભારના વડાપ્રધાન પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા છે. મોદી પહેલી વખત 2014માં દેશના વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સતત બીજી વખત આ પદ સંભાળના ભારતના ત્રીજા વડાપ્રધાન બન્યા છે. તેમનાથી પહેલા એક કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બીજીવાર પંડિત જવાહરલાલ નહેરૂ અને ડો. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા હતા.

વડાપ્રધાનની સાથે-સાથે 57 લોકોએ પણ મંત્રી પદના શપથ લીધા છે. જેમાં 24 કેબિનેટ મંત્રી, 9 રાજ્યમંત્રી સ્વતંત્ર ચાર્જ અને 24 રાજ્યમંત્રી પણ સામેલ છે.

આવો તો જાણીએ પીએમ મોદીના મંત્રીમંડળમાં કયા રાજ્યને મળ્યા કેટલા પ્રતિનિધિત્વ...

ઉત્તર પ્રદેશ

  1. રાજનાથ સિંહ
  2. સ્મૃતિ ઈરાની
  3. મુખ્તાર અબ્બાસ નકવી
  4. ડો.મહેન્દ્રનાથ પાંડે
  5. સંતોષ ગંગવાર
  6. જનરલ (રિટાયર્ડ) વી. કે. સિંહ
  7. સાધ્વી નિરંજન જ્યોતિ
  8. સંજીવ બાલિયાન

બિહાર

  1. રામવિલાસ પાસવાન
  2. રવિશંકર પ્રસાદ
  3. ગિરિરાજ સિંહ
  4. આર કે સિંહ
  5. અશ્વિન ચૌબે
  6. નિત્યાનંદ રાય

મહારાષ્ટ્ર

  1. નીતિન ગડકરી
  2. પ્રકાશ જાવડેકર
  3. પીયૂષ ગોયલ
  4. અરવિંદ સાવંત
  5. દાદાસાહેબ દાનવે
  6. રામદાસ આઠવલે
  7. સંજય ધોત્રે

ગુજરાત

  1. અમિત શાહ
  2. મનસુખ માંડવિયા
  3. પુરુષોત્તમ રૂપાલા

કર્નાટક

  1. સદાનંદ ગૌડા
  2. પ્રહલાદ જોશી
  3. સુરેશ અંગાડી

તમિલનાડુ

  1. નિર્મલા સીતારમન

મધ્ય પ્રદેશ

  1. નરેન્દ્રસિંહ તોમર
  2. પ્રહલાદ પટેલ
  3. ફગ્ગન સિંહ કુલસ્તે
  4. થાવરચંદ ગહેલોત

રાજસ્થાન

  1. ગજેન્દ્ર સિંહ શેખાવત
  2. અર્જૂન રામ મેઘવાલ
  3. કૈલાશ ચૌધરી

ઉત્તરાખંડ

  1. રમેશ પોખરિયાલ

ઝારખંડ

  1. અર્જૂન મૂંડા

દિલ્હી

  1. ડો.હર્ષવર્ધન

ઓડિશા

  1. ધર્મેન્દ્ર પ્રધાન
  2. પ્રતાપચંદ સારંગી

હરિયાણા

  1. રાવ ઈન્દ્રજિત સિંહ
  2. કૃષ્ણપાલ ગુર્જર
  3. સાંસદ રતનલાલ કટારિયા

ગોવા

  1. શ્રીપદ નાઈક

જમ્મૂ કાશ્મીર

  1. ડો.જિતેન્દ્ર સિંહ

અરૂણાચલ પ્રદેશ

  1. કિરણ રિજિજૂ

પંજાબ

  1. હરદીપસિંહ પુરી
  2. શ્રીમતિ હરસિમરત કૌર બાદલ
  3. સોમ પ્રકાશ

પશ્ચિમ બંગાળ

  1. બાબુલ સુપ્રિયો
  2. દેબાશ્રી ચૌધરી

તેલંગાણા

  1. જી કિશન રેડ્ડી

હિમાચલ પ્રદેશ

  1. અનુરાગ ઠાકુર

કેરળ

  1. વી મુરલીધરન

આસામ

  1. રામેશ્વર તેલી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news