નવી મોદી કેબિનેટની પહેલી બેઠક આજે સાંજે, લઇ શકયા છે મહત્વના નિર્ણય

નવા કેન્દ્રીય મંત્રીમંડળની પહેલી બેઠક આજે (શુક્રવાર) સાંજે યાજાય તેવી સંભાવના છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સૂત્રોએ કહ્યું કે હવે કોઈ ચોક્કસ એજન્ડા નથી અને સંસદનો સત્ર બોલાવવાની સંભવિત તારીખ નક્કી કરી શકાય છે.

નવી મોદી કેબિનેટની પહેલી બેઠક આજે સાંજે, લઇ શકયા છે મહત્વના નિર્ણય

નવી દિલ્હી: નવા કેન્દ્રીય મંત્રીમંડળની પહેલી બેઠક આજે (શુક્રવાર) સાંજે યાજાય તેવી સંભાવના છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સૂત્રોએ કહ્યું કે હવે કોઈ ચોક્કસ એજન્ડા નથી અને સંસદનો સત્ર બોલાવવાની સંભવિત તારીખ નક્કી કરી શકાય છે.

આગામી દિવસોમાં, વડાપ્રધાન વિવિધ કેબિનેટ સમિતિઓ જેમ કે સુરક્ષા અંગેના કેબિનેટ સમિતિ, સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ અને રાજકીય બાબતો અંગે કેબિનેટ સમિતિ પર નિર્ણય કરશે.

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સતત બીજી વખત વડાપ્રધાન પદની શપથ લીધી છે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ અને ગોપનિયતાની શપથ લેવડાવ્યા છે. મોદી પહેલી વખત 2014માં દેશના વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સતત બીજી વખત આ પદ સંભાળના ભારતના ત્રીજા વડાપ્રધાન બન્યા છે. તેમનાથી પહેલા એક કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બીજીવાર પંડિત જવાહરલાલ નહેરૂ અને ડો. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા હતા.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news