આજથી દેશમાં Flights શરૂ, એરપોર્ટ જતાં પહેલાં જરૂર કરી લો આ તૈયારીઓ
આજે લગભગ બે મહિના લાંબા લોકડાઉન (Lockdown) બાદ હવાઇ યાત્રાઓ ફરીથી શરૂ થઇ ગઇ. આજે સવારે 5 વાગે દિલ્હીથી પૂણે માટે અને સવારે 6:45 વાગે મુંબઇથી પટના માટે ફ્લાઇટ ગઇ. કેન્દ્ર સરકારે 25 મેથી દેશમાં લગભગ એક તૃતિયાંશ ઘરેલૂ ઉડાનો ચાલૂ કરવાની મંજૂરી આપી છે.
નવી દિલ્હી: આજે લગભગ બે મહિના લાંબા લોકડાઉન (Lockdown) બાદ હવાઇ યાત્રાઓ ફરીથી શરૂ થઇ ગઇ. આજે સવારે 5 વાગે દિલ્હીથી પૂણે માટે અને સવારે 6:45 વાગે મુંબઇથી પટના માટે ફ્લાઇટ ગઇ. કેન્દ્ર સરકારે 25 મેથી દેશમાં લગભગ એક તૃતિયાંશ ઘરેલૂ ઉડાનો ચાલૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ આ વખતે એરપોર્ટ અને ફ્લાઇટ્સની અંદર બિલકુલ અલગ પ્રકારના નિયમ હશે. અમે તમને મહત્વપૂર્ણ જાણકારીઓ જેથી એરપોર્ટ પહોંચી પૂછપરછ ન કરવી પડે.
હવાઇ સફર કરવા માટે નવા દિશા-નિર્દેશ
- એરપોર્ટ પર તમામ ટ્રાવેલર્સને ચહેરા પર માસ્ક લગાવવું પડશે.
- એરપોર્ટના પ્રથમ દ્વારના ઠીક સામે ઇ બોર્ડિંગ પાસ મશીન રાખેલા હશે. અહીંથી બોર્ડિંગ પાસ કાઢવો પડશે.
- એન્ટ્રી સિક્યોરિટીને પોતાની આરોગ્ય સેતુ એપ અને બોર્ડિંગ પાસ બતાવવો પડશે.
- એરપોર્ટના એન્ટ્રી પોઇન્ટ પર જ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ત્યારબાદ જ નક્કી કરવામાં આવશે કે તમે જઇ શકશો નહી.
- આરોગ્ય સેતુ એપ તમે એરપોર્ટ પર પણ કરી શકો છો.
- એરપોર્ટમાં ખાવા પીવાની વ્યવસ્થા છે, તમે યાત્રા માટે મુસાફરી માટે જમવાનું પેક કરાવી શકો છો.
- ફ્લાઇટમાં પ્રવેશ પહેલાં એરલાઇન્સ પણ તમારું થર્મલ સ્કેનિંગ કરી શકો છો.
- ફ્લાઇટની અંદર તમને ભોજન આપવામાં નહી આવે.
- એરપોર્ટની અંદર સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવું પડશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube