Floating Church: ભારતનું એક માત્ર તરતુ ચર્ચ! ચોમાસામાં દેખાય છે ચર્ચનો માત્ર 25 ટકા ભાગ
નવી દિલ્હીઃ ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જે વૈજ્ઞાનિકો માટે આજે પણ રહસ્ય છે. દેશમાં હાજર રહસ્યમયી ઈમરાતો અને કિલ્લાઓથી જોડાયેલી કહાનીઓ અને તેની બનાવટ જોઈનને લોકો હેરાન થઈ જાય છે. આવા જ પ્રકારના ચર્ચની આજે અમે આપને વાત કરીશુ. આ ચર્ચ ચોમાસામાં પાણીમા ડુબી જાય છે અને ઉનાળામાં ઉપર આવી જાય છે. આવો જાણીએ આ અનોખા ચર્ચ વિશે.
ભારતનું તરતુ ચર્ચ કર્ણાટકમાં સ્થિત છે. કર્ણાટકના હસન પાસે 22 કિલોમીટર દૂર આ ચર્ચ સ્થિત છે. આ ચર્ચનું નામ શેટ્ટીહલ્લી રોજરી છે. સ્થાનિક લોકો આ ચર્ચને ડુબતુ ચર્ચ કે પછી તરતુ ચર્ચ કહે છે. આ ચર્ચ હવે બિલકુલ વિરાન છે. આ ચર્ચમાં ક્યારે પર્યટકો કે પછી સ્થાનિક લોકો ક્યારેક ક્યારેક આવે છે. આ ખંડર ચર્ચ કલાનો એક અદભૂત નમૂનો છે. જે હજુ પણ સુંદર દેખાય છે.
જાણો કોણે કરાવ્યું હતુ નિર્માણ-
ફ્રેન્ચ મિશનરીઝએ આ ચર્ચનું નિર્માણ વર્ષ 1860માં કર્યુ હતું. જોકે આ ચર્ચ હવે ખંડર બની ગયુ છે. આ ચર્ચ હેમાવતી નદી સ્થિત આવ્યું છે. આ ચર્ચની ખાસિયત એ છે કે ચોમાસામાં વરસાદ આવતા ચર્ચ પાણીમાં ડુબી જાય છે. આ સ્થળને ભારતના ગુમનામ ડેસ્ટિનેશનમાં સામેલ કરવામાં આવી શકે છે. વર્ષ 1960માં હેમાવતી નદી પર બંધ બનાવવામાં આવ્યો હતો. જે પછી હવે આ ચર્ચની જમીન ધીમે ધીમે રેતીલી થતી ગઈ છે. અને ચર્ચ પણ વિરાન થઈ ગયું છે.
ચારેય તરફથી પાણીમાં ડુબેલુ રહે છે આ ચર્ચ-
આ ચર્ચની ચારેય તરફની જગ્યા લગભગ આખા વર્ષ દરમિયાન ડુબેલી રહે છે. એટલા માટે જ આની ખાસિયત વધી જાય છે. અગર તમે વરસાદના અહીં આવો છો, તો આપને ચર્ચનો માત્ર એક ત્રિતાંશ ભાગ જ નજર આવશે. રોજરી ચર્ચનું નવુ નામ દ ડ્રોઈંગ ચર્ચ રહસ્યમયી આકર્ષણ છે. આ વિરાન ચર્ચ પક્ષીઓનું ઘર પણ છે. આ સિવાય આ એક શાંત જગ્યા પણ છે જ્યાં પર્યટકો શાંતિથી સમય વિતાવી શકે છે