નવી દિલ્હી: બિહાર (Bihar) માં પૂરનો કહેર સતત ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં ભલે પૂર (Flood) ના પાણી ઓસર્યા છે પરંતુ હજુ પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખેતરો પૂરના પાણીથી ભરાયેલા છે. રાજ્યના 16 જિલ્લાઓના 130 વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી ફેલાયેલા છે. જેનાથી લગભગ 81 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરથી અત્યાર સુધીમાં 25 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે આઠ લાખ હેક્ટરમાં પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 206 તાલુકાઓમાં 1થી 10 ઇંચ વરસાદ પડ્યોં


ઉત્તર પૂર્વના રાજ્ય આસામમાં પણ પૂર અને વરસાદે લોકોને બેહાલ કરી નાખ્યા છે. અહીં સિંગરા નદીનું જળસ્તર વધવાથી અનેક લોકો ડૂબવાના સમાચાર છે. આસામના ત્રણ જિલ્લા ઘેમાજી, લખીમપુર અને બક્સા હજુ પણ પૂરની ઝપેટમાં છે અને આ જિલ્લાના 11900 લોકો પૂરથી પ્રભાવિત છે. પૂર સંબંધિત ઘટનાઓમાં 112 લોકોના મોત થયા છે જ્યારે ભૂસ્ખલનમાં 26 લોકો માર્યા ગયા છે. ત્રણ પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 28 ગામડા અને 1535 હેક્ટર પાક વિસ્તાર જળમગ્ન છે. 


અમદાવાદ શ્રીકાર વર્ષા: મેઘરાજાની તોફાની બેટિંગના પગલે સર્વત્ર જળબંબાકાર


છત્તીસગઢમાં બિલાસપુરના ખૂંટાઘાટમાં નદીના તેજ પ્રવાહમાં ફસાયેલા એક યુવકને ભારતીય વાયુસેનાએ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કર્યો. આ યુવક તેજ પ્રવાહ વચ્ચે ફક્ત એક ઝાડના સહારે આખી રાત ફસાયેલો રહ્યો હતો. 


વડોદરા: કારેલીબાગ પોસ્ટ ઓફીસમાં વરસાદના પાણી ભરાયા,અનેક ડોક્યુમેન્ટ્સ પલળી ગયા


આ બાજુ ગુજરાતમાં પૂર અને વરસાદે કહેર મચાવ્યો છે. સુરત, જામનગર અને વડોદરા પૂરથી બેહાલ છે. સુરત અને વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. અહીં વિશ્વામિત્રીનદીનું જળસ્તર વધ્યું છે. અત્રે જણાવવાનું કે હવામાન ખાતાએ આગામી 3 દિવસ સુધી વડોદરામાં ભારે વરસાદની ચેતવણી આપેલી છે. ગીરના લાખણકા ગામમાં એક કાચા મકાનની દીવાલ પડી ગઈ અને મકાન  ધરાશાયી થઈ ગયું. ભારે વરસાદના કારણે ગુજરાતમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. વડોદરામાં તો મગરમચ્છ રસ્તાઓ પર પહોંચી ગયાં.જો કે ત્યાર બાદ એક સંસ્થાએ મગરમચ્છને ત્યાંથી હટાવ્યાં. 


સુરત: ભારે વરસાદથી સણીયા હેમાદ ખાતે પુરની સ્થિતી, પોલીસ સ્ટેશનમાં કેડ સમા પાણી


ઉત્તર પ્રદેશની વાત કરીએ તો નેપાળના બેરાજથી લગભગ 3 લાખ ક્યૂસેક પાણી છોડાયા બાદ ત્યાં ઘાઘરા નદીનું જળસ્તર વધી ગયું છે. ઘાઘરા નદીનું જળસ્તર વધતા સીતાપુર, ગોંડા અને બહરાઈચ સહિત અન્ય જિલ્લાઓમાં પૂર જેવા હાલાત છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube