પૂર્વ કેન્દ્રીય મંત્રીની ધમકી, રાહુલ ગાંધી વિશે કરીશ એવા ખુલાસા, મોઢુ દેખાડવા લાયક રહેશે નહીં
પાર્ટી વિરોધી ગતિવિધીઓના આરોપમાં શ્રીકાંત જેના અને કોરાપુટના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણચંદ્ર સાગરિયાને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેમણે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની ભલામણ પર પાર્ટીના ઓડિશા એકમથી કાઢી મુકવામાં આવ્યા છે.
ભુવનેશ્વર: કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યાના એક દિવસ પછી પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીકાંત જેનાએ રવિવારે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એવો પર્દોફાશ કરીશ કે તેઓ ફરી ‘જનતાને તેમનો ચહેરો દેખાડી શકશે નહીં.’ પાર્ટી વિરોધી ગતિવિધીઓના આરોપમાં શ્રીકાંત જેના અને કોરાપુટના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણચંદ્ર સાગરિયાને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેમણે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની ભલામણ પર પાર્ટીના ઓડિશા એકમથી કાઢી મુકવામાં આવ્યા છે.
વધુમાં વાંચો: એક સમયે ભેગો કરતા હતા કચરો, હવે બન્યા ચંડીગઢના મેયર, જાણો કોણ છે આ શખ્સ
જેનાએ એક પ્રસ કોન્ફરેન્સમાં કહ્યું હતું કે, હું સમજુ છુ કે રાહુલ ગાંધી 25 જાન્યુઆરીએ ઓડિશાના પ્રવાસ પર આવશે. હું તે દિવસે તેમનો પર્દોફાશ કરીશ જેથી તેઓ જનતાને તેમનો ચહેરો દેખાડી શકશે નહીં. જો કે, તેમણે કોંગ્રેસના પ્રમુખ સામે તેમના સૂચિત 'મહાખુલાસા'ની વિગતો આપી નથી.
વધુમાં વાંચો: મોદી સરકારની સમગ્ર દુનિયામાં ‘જય-જય’, ‘સૌથી નબળા દેશો’માંથી બહાર નિકળી રચ્યો ઇતિહાસ
કોંગ્રેસથી કાઢી મુકવા પર નારાજ જેનાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ ખનન માફિયાનો સાથ આપશે. ક્યારેક ઉત્કલમણિ ગોપબંધુ દાસનો સાથ આપનાર ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વએ ખનન માફિયા સાથે ભાગીદારી કરી છે. જોકે આ તરફ મેં ઘણી વખત રાહુલ ગાંધીનું ધ્યાન દોર્યું હતું, પરંતુ તેમણે ખનન માફિયાનો સાથ આપ્યો હતો.
વધુમાં વાંચો: કર્ણાટકામાં કોંગ્રેસી ધારાસભ્યો વચ્ચે મારામારી, MLA આનંદ સિંહ થયા ઇજાગ્રસ્ત: સૂત્ર
સ્વતંત્રતા સેનાની ગોપબંધુ દાસને ‘ઓડીશાના ગાંધી’ કહેવામાં આવે છે. જેમણે સામાજિક કોર્યો, સુધારક, રાજકીય કાર્યકર્તા, પત્રકાર, કવિ થવા માટે ‘ઉત્કલમણી’નું શીર્ષક પ્રાપ્ત કર્યું છે. જેનાએ આરોપ લગાવ્યો છે કે, ગાંધીએ નિર્ણય કર્યો હતો કે ઓડિશા સરકારની કમાન પટનાયક પરિવરના હાથમાં રહેવી જોઇએ. જેના માટે તેમણે બીજૂ જનતા દળ (બીજેડી)ના અધ્યક્ષ નવીન પટનાયકની સાથે ‘મહાગઠબંધન’ની જાહેરાત કરી હતી.
વધુમાં વાંચો: કુંભના કારણે UPને મળશે 1.2 લાખ કરોડની આવક, 6 લાખ રોજગારીનું થશે સર્જન
જેનાએ કટાક્ષ કરતા કહ્યું કે તેઓ પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહ્યાં નથી અને કોંગ્રેસમાં તેઓ યોગ્ય બેસતા નથી કેમ કે, ખનિજોને લુંટીને તેમણે ‘પૈસા ભેગા’ કર્યા નથી. તેમણે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિરંજન પટનાયક પર પણ આરોપ લગાવ્યો, જેના જવાબમાં પટનાયકે કહ્યું કે ગેરશિસ્તમાં સામેલ લોકો માટે કોંગ્રેસમાં કોઇ જગ્યા નથી.