વિમર્શમાં બોલ્યા રવિશંકર પ્રસાદ, સરકારની સિદ્ધિઓથી ભરેલું રહ્યું આ વર્ષ
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે, બધા વિરોધો અને અનિશ્ચિતતાઓ વચ્ચે મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પણ ઉજ્જવળ સિદ્ધિઓ માટે ઓળખાશે. દર વર્ષે સરકાર રાષ્ટ્રહિતની દિશામાં નવા નવા પગલાં ભરી રહી છે અને કોરોના કાળમાં પણ સરકારની સક્રિયતા ઘટી નથી પરંતુ આ પડકારને દેશની સરકારે દેશ માટે એક સારા અવસરના રૂપમાં લીધો છે.
નવી દિલ્હીઃ ઝી હિન્દુસ્તાનના ઈ વિમર્શ ડાયરેક્ટ વિથ મિનિસ્ટર ક્રાયક્રમમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વાતચીત કરી હતી. તેમણે મોદી સરકારના પાર્ટ-2ના એક વર્ષ પૂરુ થવા પર પોતાના મંત્રાલયની સિદ્ધિઓને સામે રાખી અને જણાવ્યું કે, કોરોના મહામારીના પડકારના સમયમાં પણ કઈ રીતે પોતાના મંત્રાલયની જવાબદારી સંભાળી છે અને પતાની સરકારના કામની ગતિને થોભવા દીધી નથી.
સવાલઃ લૉકડાઉનના ફેઝ ફાઇવ અને અનલોક 1 વર્ષે સૌથી મોટો સંઘર્ષ આજે આપણા દેશની જનતા કરી રહી છે અને તેથી પણ મોટો પડકાર સરકારની પાસે છે. કઈ રીતે સરકાર આટલા મોટા દેશમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખી પોતાનું કામકાજ કરી રહી છે?
જવાબઃ જુઓ કોરોના એક મોટો પડકાર છે, અભિશાપ છે 3 મહિનામાં દુનિયા બદલી ગઈ છે. લાખો લોકોના મોત થયા છે. કોઈ દવા નથી અને તેથી જ્યારે દવા નથી તો દુવા છે, અને લૉકડાઉન છે. તે એક સત્ય છે કે તમારે ચહેરા પર માસ્ક લગાવવુ પડશે જ્યારે ઘરની બહાર નિકળશો. તમારે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે, તમારા જીવનની શૈલીમાં ફેરફાર કરવો પડશે અને મને લાગે છે કે વન ટુ વન મિટિંગની જગ્યાએ વર્ચુઅલ મીટિંગ થશે. હું પટનાનો સાંસદ છું, મારે મારા નાલાની સફાઈનું એકવાર મોનિટરિંગ કરવું હતું, હું ખુબ સક્રિય સાંસદ છું. તો મને કહેવામાં આવ્યું કે, હાલ દિલ્હીમાં રહો, દેશને સંભાળો પરંતુ મેં વર્ચુઅલ રીતે અમારા ધારાસભ્યના માધ્યમથી અને મહાનગરપાલિકાના અધિકારીઓના માધ્યમથી આ કામ કરી લીધું. લગભગ આ રીતે વિશ્વના વિચારોમાં પણ પરિવર્તન આવશે.
પ્રકાશ જાવડેકરનો દાવો, '4 મહિનામાં મેક ઈન ઈન્ડિયા મિશન પૂરુ થઈ ગયું'
સવાલઃ આ કોરોના સામે ચાલી રહેલી લડાઈ વચ્ચે મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂરુ થઈ ગયું છે. તેવામાં આ પૂરા કાર્યકાળમાં મોટા સંકટ વચ્ચે કઈ સિદ્ધિઓ છે જે રવિશંકર પ્રસાદ જોઈ શકે છે?
જવાબઃ ધ્યાન આપો- અમે કલમ 370 હટાવી, ત્રિપલ તલ્લાક બિલ લાવ્યા, જેને મેં પાટલોટ કર્યુ હતું કાયદામંત્રીના રૂપમાં, જે આટલો મોટો અભિશાપ આપણી દિકરીઓ માટે, બહેનો માટે, રામ જન્મભૂમિનો મામલો ઘણા વર્ષોથી ફસાયેલો હતો, તે કોર્ટ દ્વારા હલ થયો. એક વકીલ તરીકે મેં અલ્હાબાદ હાઈકોર્ટમાં રામ લલા તરફથી દલીલ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો, સર્વસંમત્તિથી આવ્યો, વિશ્વએ સ્વીકાર કરી લીધો. ભારતના લોકોએ સ્વીકાર્યો અને આજે જ્યાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે.
સવાલઃ કાયદા મંત્રાલયની સાથે તમારી પાસે સંચાર અને સૂચના ટેક્નોલોજીનો મહત્વનો વિભાગ છે. તેવામાં બેવડી જવાબદારી નિભાવવી શું ખરેખર મુશ્કેલ થાય છે. આ મુશ્કેલ સમયમાં કામ કર કોઈ દબાવ અનુભવાય છે કે કોરોનાને કારણે ઘણી વસ્તુ અટકી ગઈ છે, જેને ડેડલાઇન સુધી પૂરી કરવી મુશ્કેલ હોય?
જવાબઃ મારી સૌથી મોટી જવાબદારી હતી, ભારતમાં કામ ન રોકાય. કોરોના લૉકડાઉનને કારણે ભારત સરકારના મંત્રી અને ખાસ કરીને અમારા પ્રધાનમંત્રી દરરોજ કામ કરી રહ્યાં છે. આઈટી સારી રીતે ચાલે, મોબાઇલ, ઇન્ટરનેટ ચાલે, ડિજિટલ ડિલિવરી ઓફ સર્વિસ સારી રીતે ચાલે, આ બધુ કામ તો અમે લોકો કરી રહ્યાં હતા. અમારે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ જેવી ઘણી વસ્તુમાં દેશને વધુ મજબૂત કરવો છે. અમારી સરકાર જ્યારે આવી હતી તો દેશમાં માત્ર બે મોબાઇલ ફેક્ટરી હતી હવે 260થી વધુ છે. ભારત ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગનું મોટુ હબ બનવાના પ્રયાસમાં છે. ભારતના આર્થિક વિકાસને એક ઝટકો લાગ્યો છે. આપણે તેમાંથી બહાર આવીશું તેવો હું વિશ્વાસ અપાવુ છું.
નીતિન ગડકરીએ મહારાષ્ટ્રની રાજનીતિ અને કોરોના સંકટ પર કહી આ વાત
સવાલઃ સરકારનું સપનુ છે ડિજિટલ ઈન્ડિયાનું. દરેક વ્યક્તિ ડિજિટલી ઇમ્પ્રૂવ થાય તે સરકારની યોજના છે. દરેક વ્યક્તિની પહોંચ ડિજિટલ માધ્યમ સુધી હોય તેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને સામાન્ય લોકોને ફાયદો પણ થયો છે કારણ કે કોરોના સામે લડાઈ દરમિયાન હજાર કરોડ રૂપિયા પણ ગરીબોના બેન્ક એકાઉન્ટ સુધી પહોંચ્યા છે પરંતુ તેને ભવિષ્યમાં વધુ સારૂ કરવા અને પબ્લિક ફ્રેન્ડલી કરવા માટે મંત્રાલય પાસે શું રણનીતિ છે?
જવાબઃ ભારતની વસ્તી 137 કરોડ છે અને ભારતમાં મોબાઇલ ફોન છે 171 કરોડ, સ્માર્ટફોન લગભગ 70 કરોડ અને આધારકાર્ડ 126 કરોડ. અમે ત્રણેયના સહારાથી ગરીબોનું જનધન ખાતુ ખોલ્યું અને સીધા તેના વેલફેરની, સબસિડી ગેસની, મનરેગાના પૈસા તેના ખાતામાં મોકલવાનું શરૂ કર્યુઁ છે.
લગભગ છેલ્લા પાંચ સાડા પાંચ વર્ષમાં સામાન્ય લોકોને 1100000 કરોડ રૂપિયા મોકલ્યા અને એક લાખ 70 હજાર કરોડ રૂપિ બચાવ્યા જે વચેટીયા ખાઈ જતા હતા. કોરોનામાં અણે લોકોના ગરીબોના બેન્ક ખાતામાં સીધા સાડા આઠ હજાર કરોડ રૂપિયા મોકલ્યા છે.
સવાલઃ તમારો દાવો છે કે મોબાઇલ મેન્યુફેક્ચરિંગમાં ભારતને નંબર વન દેશ બનાવશો તેના માટે સરકાર પાસે શું રોડમેપ છે?
જવાબઃ અમે જ્યારે સત્તામાં આવ્યા, ત્યારે બે મોબાઇલ ફેક્ટરી હતી જે હવે 250ની ઉપર છે અને ભારત ચોથા પાંચમાં નંબરથી નંબર ટૂ બની ગયું છે. આ વિભાગને છેલ્લા છ વર્ષથી જોઈ રહ્યો છે. હવે અમારો પ્રયાસ છે કે અમે તેને નંબર વન બનાવીએ, અને અમે બનાવીશું તે પણ તમને કહુ છું. અમે લોકોએ લગભગ 700000 લોકોને નોકરી આપી છે અને તેમાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ભલે તેનું કુલ રેવેન્યૂ 18000 કરોડ રૂપિયા હતી, 2014માં અમે તેને વધારીને લઈ ગયા 17000 કરોડ, ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝમાં ઘણુ ઉત્પાદન વધ્યુ છે. અમે તેને આગળ વધારવા માટે 50 હજાર કરોડનું પેકેજ આપ્યું છે. જેમાં 5 ગ્લોબલ કંપનીઓ અને5 હિન્દુસ્તાની કંપનીઓ સામેલ છે. તેને અમે પેકેજ આપીશું અને તેનું પ્રોડક્શન લેશું. બાકી અમે ક્લસ્ટર બનાવ્યા. અમે માત્ર મોબાઇલમાં જ કામ કર્યું નથી. મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ માટે પણ સ્કીમ લાવ્યા છીએ. આજે જ્યારે આ કોરોના બાદ સ્વાસ્થ્ય પર વધુ આગ્રહ છે તો તમે જોઈ લેજો એમઆઈઆરની મશીન પણ બનવી જોઈએ. એક્સરે મશીન પણ બનવું જોઈએ.
આજે વિશ્વના ઉદ્યોગ ભારત આવી રહ્યાં છે
આજે બધુ ઓનલાઇન હાજર છે. અમે ટેક્સ પણ 15 ટકા કરી દીધો છે અને આ સાથે ભારતની આઇટી કંપની વિશ્વમાં પોતાનું નામ કરી ચુકી છે. ભારતમાં આઈટી સિસ્ટમ, ભારતમાં બ્રેન પાવર, ભારતનું નોલેજ પાવર, ભારતનું સ્ટાર્ટઅપ, ભાારતનું વર્કિંગ ક્લાસ, અને ભારતનું ડિજિટલ માર્કેટ- આ બધા ભારતના એસેટ્સ છે. ભારતના ખુલા લોકશાહી માહોલમાં ખુબ મોટી સંખ્યામાં વિશ્વભરના ઉદ્યોગ ભારત આવશે અને કોરોના બાદ દુનિયામાં મેન્યુફેક્ચરર ભારતને એક નવા દ્રષ્ટિકોણથી જોશે તેવો મને વિશ્વાસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર