પ્રકાશ જાવડેકરનો દાવો, '4 મહિનામાં મેક ઈન ઈન્ડિયા મિશન પૂરુ થઈ ગયું'

ઝી હિન્દુસ્તાનના HindustanEVimarsh માં કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અને પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન મંત્રી તથા ભારે ઉદ્યોગ મંત્રી પ્રકાશ જાવડેકરે મોદી સરકાર પાર્ટ-2.0ના એક વર્ષમાં પોતાના મંત્રાલયોના કામકાજની સિદ્ધિઓને ગણાવી હતી. 

પ્રકાશ જાવડેકરનો દાવો, '4 મહિનામાં મેક ઈન ઈન્ડિયા મિશન પૂરુ થઈ ગયું'

નવી દિલ્હીઃ મોદી સરકારના 2.0ના એક વર્ષ પર શું છે દેશના હાલ? આ સવાલનો જવાબ જાણવા માટે ઝી હિન્દુસ્તાને દેશના સૌથી મોટા ઈ-મંચ પર કેન્દ્રીય મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ સૌથી મોટા ઇ-મંચ પર કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અને પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રી અને ભારે ઉદ્યોગ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશના વિકાસનો રોડમેપ જણાવ્યો હતો. 

ઈ-વિમર્શઃ ડાયરેક્ટ વિથ મિનિસ્ટરમાં સૂચના તથા પ્રસારણ મંત્રી
ઝી હિન્દુસ્તાનના ઈ-વિમર્શ ડાયરેક્ટ વિથ મિનિસ્ટરમાં કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી તથા પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરેની સામે તમામ સવાલો રાખવામાં આવ્યા જેનો શું જવાબ મળ્યો તમને વિગતવાર સમજાવીએ છીએ. 

સવાલઃ જાવડેકરની પાસે ઘણા મંત્રાલય છે. પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય છે. તમારી પાસે સૌથી મોટી જવાબદારી સૂચના પ્રસારણ મંત્રાલયની છે અને નવેમ્બરથી તમારી પાસે ઉદ્યોગ મંત્રાલયની પણ જવાબદારી છે. સૌથી પહેલા સવાલ તે છે કે કારણ કે મોદી સરકાર-2નું એક વર્ષ પૂરુ થઈ ગયું છે. આ એક વર્ષમાં આટલા બધા મંત્રાલયોની જો તમને સિદ્ધિઓ પૂછવામાં આવે તો કઈ રીતે ગણાવશો. 

જવાબઃ ભરપૂર સિદ્ધિઓ સરકારના દરેક વિભાગની છે, પરંતુ જો અમને પૂછશો તો અમારા વિભાગોની તો એટલુ જ કહીશ કે સૂચના પ્રસારણમાં જે એક ષડયંત્ર હતું દેશને બદનામ કરવાનું અને લોકોમાં ભ્રમ ફેલાવવાનું, ફેક ન્યૂઝ ચલાવવાનું. તેના પર અમે લગામ લગાવી છે. અમે દરરોજ ફેક ન્યૂઝનો પર્દાફાશ કરીએ છીએ. 5-6 ન્યૂઝ તો એવા પર્દાફાશ કરીએ છીએ કે તેણે પરત જવુ પડે છે. સોશિયલ મીડિયા પર જે રીતે ટિપ્પણીઓ આવતી હતીસ લેખ આવતા હતા. તેનો જવાબ આપવામાં આવે છે. તેનું પરિણામ પણ આવી રહ્યું છે. મને તો તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચોક્કસપણે અમે કામ કરવામાં સફળ રહ્યાં અને અમારા ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. 

નેશનલ ક્લીન હેલ્થ પ્રોગ્રામ અમે લોન્ચ કર્યો છે. દૂરદર્શન પર અમે રામાયણ, મહાભારત જ નથી ચલાવી પરંતુ કોરોના સમયમાં સારા કાર્યક્રમ આપ્યા છે. તો લોકોને એક સારી તક મળી છે. એજ્યુકેશન ચેનલ પણ શરૂ થઈ છે. 

સવાલઃ કોરોના કાળમાં, લૉકડાઉનને કારણે એક ખુબ મોટુ કાર્ય તમારા મંત્રાલયના જેમાં જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ ઓછુ થઈ ગયું પરંતુ બધાની આશા છે કે તે યથાવત રહે. તો તે માટે કોઈ ખાસ પ્લાનિંગ તમારા મંત્રાલય તરફથી અને જો છે તો રાજ્યોની જવાબદારી પણ આ પ્લાનિંગમાં કઈ રીતે પૂરી કરવામાં આવશે?

જવાબઃ પહેલા આપણે તે સમજવું જોઈએ કે એક વિશેષ કામથી, જ્યારે હવાનું વલણ પણ હિમાલય તરફથી સાગર તરફ જઈ રહ્યું હતું ત્યારે બધુ પ્રદુષણ સાફ થઈ રહ્યું હતું. પરંતુ ઉદ્યોગ ચાલશે અને પ્રદર્શન નહીં રોકાશે, વાહન ચાલશે અને પ્રદુષણ નહીં થાય. તેમ થાય નહીં. પરંતુ નિયમોનું પાલન કરીએ તો ચોક્કસપણે પ્રદુષણને રોકી શકાય છે. પ્રદુષણના નિયમોની અનદેખી ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ કરશે તો ઉદ્યોગ બંધ કરવાની સ્થિતિ પણ આવી શકે. 

સવાલઃ આ સમયે બધાની નજર સરકારની સાથે-સાથે દેશની અર્થવ્યવસ્થા પર છે. એક મોટી ભાગીદારી ઘણી જગ્યા પર ફોરેસ્ટ પ્રોડ્યૂસની પણ હોય છે. અર્થવ્યવસ્થામાં તો તેવું નથી કે શું તેના પર પણ કોઈ ખાનગી સેક્ટરની ભૂમિકા પર વિચાર કરવામાં આવી રહ્યો છે જે ફોરોસ્ટ પ્રોડ્યૂસ છે તેને બહાર બજાર સુધી લાવવા ચેન બનાવવામાં આવે અને તેના પર કામ કરવામાં આવે?

જવાબઃ પહેલા તો આપણે ત્યાં આઝાદી બાદ પણ અનેક વર્ષોમાં જંગલોને માત્ર કાપવામાં આવ્યા અને તેને આવકનું સાધન જોવામાં આવ્યું. છેલ્લા 40 વર્ષોમાં 80ના કાયદા બાદ તેને માત્ર સંરક્ષણની ભૂમિકા આપવામાં આવે. બંન્નેનું મહત્વ જોવાની જરૂર છે. આજે આપણે લગભગ 37000 કરોડની લાડકી બહારથી આયાત કરીએ છીએ. 25-30 હજાર કરોડનું ફર્નિચર બહારથી આયાત કરીએ છીએ. તે વેચાઈ શકે છે. તેનો મતલબ રોજગાર બહાર જઈ રહ્યો છે. તો દેશમાં રોજગારી ઉભી થાય અને દેશમાં જંગલ બને અને દેશમાં વ્યાપાર થાય અને તે માટે આપણે ઘણા બંધન સમાપ્ત કર્યા છે. જે જરૂરી વસ્તુ હતુ, બાંબૂને ઝાડ માનતા હતા, બાંબૂ એક ઘાસ છે, એક અલગ પ્રકારનું અને તેથી તેના વ્યાપાર પર અને તેને કાપવા પર જે બંધન હતા તેને સમાપ્ત કરવામાં આવ્યા. 

તો છેલ્લા 2 વર્ષમાં બાંબૂનું ક્ષેત્ર વધી ગયું તો લોકોએ લગાવવાનું શરૂ કર્યું. આપણે ત્યાં બે વાત ખુબ ખોટી થઈ છે. પહેલા તો તે કિસાન ઝાડ લગાવશે અને તેણે બે સંકટનો સામનો કરવો પડશે. ઝાડ લગાવશે પણ કાપવા દેવામાં નહીં આવે. જો કાપવા દેવામાં ન આવે તો કોણ લગાવે. એટલે કાપવા દેવા અને ફરી ઝાડ વાવવા આમ જંગલનું ચક્ર ચાલે છે. 

સવાલઃ આ સમયે વિશ્વમાં ભારતીય ચિકિત્સા પદ્ધતિમાં આયુર્વેદને ખુબ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને આયુર્વેદિક ઔષધિઓ માટે જડ્ડીબુડ્ડી ખુબ મહત્વપૂર્ણ છે. જડ્ડીબુટ્ટીઓ જંગલનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેથી તમારા ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલો આ મુદ્દો છે. શું આયુર્વેદને પ્રમોટ કરવા માટે બીજા મંત્રાલયો સાથે સમન્વય સાધવામાં, સ્થાપિત કરવાનો પ્રયાસ થયો છે અને તેના માટે સરકારની રણનીતિ શું છે?

જવાબઃ ચોક્કસ આયુષ મંત્રાલયની સાથે કોણ કામ કરે છે અને મેડિસિન પ્લાન્ટ જગ્યાએ જગ્યાએ જંગલોમાં લાગ્યા છે અન્ય ક્ષેત્રોમાં પણ લગાવવામાં આવ્યા છે. જંગલોની બહાર પણ તેનું ઉત્પાદન થાય છે. કિસાનોને તેની આવક મળે છે તેથી તે લોકોને તેની કિંમત પણ સારી મળી રહી છે. 

નીતિન ગડકરીએ મહારાષ્ટ્રની રાજનીતિ અને કોરોના સંકટ પર કહી આ વાત

સવાલઃ હાલમાં કેરલમાં જે હાથણીની હત્યાનો મામલો છે અને આ પ્રકારની ઘટના ફરી ન બને તે  માટે સરકાર શું પગલા ભરશે. 
જવાબઃ પગલા ભરવામાં આવશે. તેના બે પક્ષ છે પહેલા તો અમે બધા કિસાનોને કરીએ છીએ કે જો કોઈ વસ્ત તમારા ખેતરમાં આવે અને તમને નુકસાન થાય તો સમયપર અધિકારીઓને જણાવો, જેથી તે હાથીને પરત લઈ જવાની વ્યવસ્થા કરે. તો બીજો પક્ષ તેનો છે કે તે સમસ્યાને પણ સમજવી જોઈએ કે દર વર્ષે હાથી જંગલથી બહાર આવીને હાથી અને મનુષ્યો વચ્ચે જે સંઘર્ષ થાય છે તેમાં 500 મનુષ્યની બલી ચડે છે અને તે મરી જાય છે. તો તે પણ ખોટુ છે. હાથી મારવો ખોટુ છે તો મનુષ્ય મારવો પણ ખોટુ છે. તેથી 500 લોકોનું મરવુ મોટી કિંમત આપણે ચુકવવી પડે છે. આ હ્યૂમન કોન્ફ્લિક્ટને સમાપ્ત કરવા માટે અમે મોટો વિચાર રાખ્યો છે કે જંગલમાં જો ભોજન અને પાણી મળશે તો જંગલના પ્રાણી બહાર નહીં આવે અને તે માટે અમે આ કાર્યક્રમ મોટી પ્રાથમિકતા સાથે હાથમાં લીધો છે. 

સવાલઃ ભારે ઉદ્યયોગ મંત્રાલય તમારી પાસે છે અને આ સમયે સુસ્ત અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવાનો પ્રયાસ સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. આ મંત્રાલયની સાથે તમારો શું પ્લાન અને ટાર્ગેટ છે.?
જવાબઃ
નહીં, હવે જુઓ ઓટો પેટ્રોલિયમ અને બાકી જે ક્ષેત્ર છે તે ખુબ સારી રીતે ચાલી રહ્યાં છે. ઓટોને તમે જોશો તો જેમ લૉકડાઉનમાં થોડી છૂટ મળી તો ટુ-વ્હીલરની ખરીદી વધી છે. અને મને વિશ્વાસ છે કે હવે સિક્સ વાહન આવી રહ્યાં છે જે એપ્રિલ સુધી રોકાયા હતા હવે જ્યારે લૉકડાઉન સમાપ્ત થશે જગ્યાએ જગ્યાએ કારણ ઘણી સી જગ્યાઓ હજુ પણ છે. ખુબ ઓછી સંખ્યામાં મજૂર છે પરંતુ સારી રીતે તેનો ઉપાય થઈ રહ્યો છે. અને બાકી જે ક્ષેત્ર છે અનેક ઉદ્યોગ એવા છે જેમાં સરકારે ક્યારેય આવવાની જરૂર નહતી. બિઝનેસ કરવો સરકારનું કામ નથી. હોટલ ચલાવવી સરકારનું કામ ક્યારથી થઈ ગયું તો એવા જે ઉદ્યોગ છે તેને ક્યારેક તો ચોક્કસ દિશામાં લઈ જઈને એવી ભાગીદારી થાય જેનાથી રોજગાર વધે. 

સવાલઃ મોદી સરકારના પ્રથમ કાર્યક્રળમાં મેક ઇન ઇન્ડિયા પર ખુબ ભાર રહ્યો પરંત હવે કોરોના બાદ બીજા કાર્યકાળ દરમિયાન આત્મનિર્ભર બનવા પર ખુબ ભાર આપવામાં આવી રહ્યો છે. તેવામાં દેશની અંદર જે ઉદ્યોગ ધંધા છે તેમાં કોઈ ક્રાંતિકારી ફેરફાર જોવા મળશે આવનારા સમયમાં?

જવાબઃ ચોક્કસ પણે આપણે જોઈ શકીએ તો હવે સંશોધનનું ખુબ વધુ મહત્વ હશે. કારણ કે આત્મનિર્ભર ભારતની કલ્પના વિશ્વ સાથે કરવી નથી. આત્મનિર્ભર ભારતની કલ્પના વિશ્વ વેપાર સાથે કરવામાં આવશે. અમે તે કહી રહ્યાં થી કે આત્મનિર્ભર ભારતની કલ્પના છે કે વધુમાં વધુ આપણે જે વસ્તુ આયાત કરી રહ્યાં છીએ તે આયાત બંધ થાય અને આપણી નિકાસ વધે. આયાત ઓછી થવી અને મિશ્રણ વધવુ તે આત્મનિર્ભર ભારતના નિયમ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news