નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કશ્મીર મુદ્દા પર નિવેદન આપ્યું છે. જેનાથી આ મુદ્દો ફરી ચર્ચામાં છે. આ વચ્ચે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવાર સવારે બેંગકોકમાં અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોથી મુલાકાત કરી છે. આ મુલાકાતમાં બંને દેશોના પ્રતિનિધિઓની વચ્ચે દ્વિપક્ષીય વાત થઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- J&K: શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 જવાન શહીદ


આ મુલાકાતમાં એસ. જયશંકરે કાશ્મીર મુદ્દા પર પણ ભારતનું વલણ અમેરિકાને જણાવ્યું અને કહ્યું કે, આ ભારત-પાકિસ્તાનની વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે. વિદેશ મંત્રીએ લખ્યું કે, તેમણે માઇક પોમ્પિયોને સ્પષ્ટ કર્યું છે કે, જો કાશ્મીર મુદ્દા પર વાત થયા છે તો આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો છે. એટલા માટે બંને દેશોમાં જ વાત થશે.


આ પણ વાંચો:- પુલવામામાં ફરી એકવાર સુરક્ષા દળ પર હુમલો, આતંકીઓએ કર્યો IED બ્લાસ્ટ


જણાવી દઇએ કે, એસ. જયશંકરનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કાશ્મીર પર મધ્યસ્થાની વાત કરી છે. તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે સંબંધ ખુબ જ સામાન્ય છે. બંને રાષ્ટ્રોની વચ્ચે ટેક્સને લઇને થોડી મુશ્કેલી ચાલી રહી છે.


નાપાક હરકતોથી બાજ નહીં આવે પાક, કુલભૂષણને રાજદ્વારી પ્રવેશ આપવા મુકી 2 શરતો


આ આસિયાન સમિટના મુખ્ય વિષયોમાં આસિયાન વિસ્તારની અર્થવ્યવસ્થા પર ચીન અમેરિકા વ્યાપારિક તણાવનો પ્રભાવ, વિશ્વ વ્યાપાર સંગઠનના સુધારણા અને પ્રચાર, ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (આરસીઇપી) માટે ચર્ચા થશે. આસિયાન 10 પ્લસ 6 (આસિયાન 10 દેશો અને ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ)ને પ્રોત્સાહન આપવા છે. આ ઉપરાંત તેમાં અમેરિકાના ‘ઈન્ડો-પૈસિફિક વ્યૂહરચના’ના પ્રભાવ પર પણ ચર્ચા કરવામાં આવશે.


આ પણ વાંચો:- પુલવામામાં ફરી એકવાર સુરક્ષા દળ પર હુમલો, આતંકીઓએ કર્યો IED બ્લાસ્ટ


સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમિટમાં આસિયાન નેતાઓની દ્રષ્ટિ અને આસિયાન સાંસ્કૃતિક વર્ષ પર આસિયાન નેતાઓની સંયુક્ત જાહેરાત પર પાસ કરાશે. મેજબાન થાઇલેન્ડ આશિયાન દેશોથી સંયુક્ત રીતથી સમુદ્રી કચરાને પ્રબંધન પર સહયોગ હેતુ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાની વકીલાત પણ કરશે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...