Aryan Valley: ભારતમાં ઘણી સંસ્કૃતિઓ આજે પણ સદીઓથી ચાલી આવે છે. દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જેના વિશે લોકો હજુ પણ અજાણ છે. કેટલાક આદિવાસીઓ એવા છે જે કેમેરાથી દૂર રહે છે અને આદિવાસીઓનું જીવન જીવી રહ્યા છે. આવું જ એક ગામ લદ્દાખમાં છે. આ ગામ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ ગામની ખાસિયત અહીંના પુરૂષો છે, જેમની સાથે વિદેશી મહિલાઓ ગર્ભવતી બનવા માંગે છે. આવો અમે તમને આ અનોખા ગામ અને અહીંના માણસો સાથે જોડાયેલા ચોંકાવનારા સત્ય વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લદ્દાખ આમ તો તેની સુંદરતા માટે જાણીતું છે. પરંતુ અહીં કારગિલથી 70 કિલોમીટર દૂર સ્થિત ગામ આર્ય વેલી અહીંના પુરૂષો માટે જાણીતું છે. આ ગામમાં યુરોપથી યુવતીઓ અને મહિલાઓ માતા બનવાની ઈચ્છા લઈને આવે છે. પ્રેગનેન્ટ થયા બાદ તે પરત પોતાના દેશ જતી રહે છે. વિદેશી યુવતીઓની આ ઈચ્છા પાછળ કારણ ચોંકાવનારૂ છે. 


આ પણ વાંચોઃ બેંગલુરૂની ટેક કંપનીમાં ડબલ મર્ડર, પૂર્વ કર્મચારીએ MD અને CEOને તલવારથી કરી હત્યા


ઈતિહાસના પાના ફેરવીએ તો ખબર પડશે કે જ્યારે સિકંદર ધ ગ્રેટ ભારતમાં પરાજય પામીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેની સેનાના કેટલાક લોકો આ ગામમાં રોકાયા હતા. તે જ્યાં રોકાયો હતો તેનું નામ આર્યન વેલી હતું. તેને બ્રોકોપા જનજાતિનો સભ્ય માનવામાં આવે છે અને તે એલેક્ઝાન્ડર ધ ગ્રેટની સેનાના વંશજ હોવાનું કહેવાય છે. હવે આર્યન વેલી ગામ આ જનજાતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.


સિકંદર ધ ગ્રેટ જેવા બાળકની ઈચ્છાથી યુરોપની મહિલાઓ આ ગામમાં આવે છે. તેઓ માને છે કે અહીંના પુરૂષો સાથે સંબંધ બાંધીને તેઓ ગર્ભવતી થશે તો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જેવા બાળકને જન્મ આપશે. અહીં આવનારી યુરોપિયન મહિલાઓ બ્રોકોપા જનજાતિના પુરુષોને તેમની સાથે સેક્સ કરવા માટે પૈસા આપે છે. ગર્ભવતી થયા પછી, સ્ત્રીઓ તેમના દેશમાં પરત ફરે છે. એવો દાવો કરવામાં આવે છે કે આજે પણ આર્ય ખીણમાં બે હજારથી વધુ શુદ્ધ આર્યો જીવિત છે. આ લોકોનો પહેરવેશ પણ ઘણો અલગ હોય છે. પુરુષો અને સ્ત્રીઓ બંને રંગબેરંગી અને ખૂબ જ અલગ કપડાં પહેરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube