બેંગલુરૂની ટેક કંપનીમાં ડબલ મર્ડર, પૂર્વ કર્મચારીએ MD અને CEOને તલવારથી મોતને ઘાટ ઉતારી દીધા
કર્ણાટકની રાજધાની બેંગલુરૂથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ટેક કંપનીના પૂર્વ કર્મચારીએ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ પર તલવારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે.
Trending Photos
બેંગલુરૂઃ કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક ટેક કંપનીના પૂર્વ કર્મચારીએ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓને તલવારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે જણાવ્યું કે ઘટના તે સમયે બની જ્યારે મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ બંને ઓફિસમાં હતા. બંનેને સારવાર માટે ખસેડવા દરમિયાન રસ્તામાં મોત થઈ ગયા હતા. તો આરોપી પૂર્વ કર્મચારી ફરાર થઈ ગયો છે. જાણવા મળ્યું કે આરોપી પણ ટેકથી સંબંધિત બિઝનેસ ચલાવી રહ્યો હતો. મૃત્યુ પામેલા બંને વ્યક્તિ તેના બિઝનેસમાં હસ્તક્ષેપ કરી રહ્યાં હતા.
શરૂઆતી તપાસમાં સામે આવી વિગત
શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે આરોપી ફેલિક્સ એયરોનિક્સ કંપનીનો પૂર્વ કર્મચારી હતો. નોકરી છોડ્યા બાદ તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. કહેવામાં આવે છે કે આરોપીના મનમાં એયરોનિક્સ કંપનીના એફડી ફણિન્દ્રને લઈને ખુબ ગુસ્સો હતો. આ ગુસ્સો એટલા માટે હતો કારણ કે ફણિન્દ્ર હંમેશા તેના કામકાજને લઈને સવાલ ઉઠાવતો હતો. મંગળવારે સાંજે આશરે ચાર કલાકે આરોપી હાથમાં તલવાર અને ચાકૂ લઈને એયરોનિક્સ ઓફિસની અંદર ઘૂસ્યો હતો. ત્યાં પણ ફણિન્દ્ર સુબ્રમણ્યા અને વીનૂ કુમારની હત્યા કરી અને ત્યારબાદ ફરાર થઈ ગયો છે.
Bengaluru, Karnataka | The Chief Executive Officer (CEO) Vinu Kumar and MD Phanindra Subramanya of Aeronics Internet Company were killed by a former employee. The accused barged into their office and attacked them with a sword. Both died on the way to the hospital. The attacker,… pic.twitter.com/qWiki9mi2c
— ANI (@ANI) July 11, 2023
હોસ્પિટલ પહોંચે તે પહેલા બંનેના મોત
ઘટના બાદ ઓફિસની અંદર ભાગદોડ મચી ગઈ હતી. તત્કાલ ફણિન્દ્ર સુબ્રમણ્યા અને વીનૂને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં બંનેના મોત થઈ ગયા હતા. પોલીસે ટેક ઓફિસમાં પહોંચીને તપાસ શરૂ કરી છે. આ સિવાય આરોપી ફેલિક્સને શોધવા માટે પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે