છત્તીસગઢનાં પ્રથમ CM અને દિગ્ગજ નેતા અજીત જોગીનું નિધન
છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી અજીય જોગીનું આજે બપોરે લાંબી બિમારી બાદ નિધન થયું. આશરે 15 દિવસ પહેલા કાર્ડિયાક એરેસ્ટ બાદ તેમને રાયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
રાયપુર : છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી અજીય જોગીનું આજે બપોરે લાંબી બિમારી બાદ નિધન થયું. આશરે 15 દિવસ પહેલા કાર્ડિયાક એરેસ્ટ બાદ તેમને રાયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
ભારત-ચીન વિવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે પાકિસ્તાન, મોટા આતંકી હુમલાનું રચી રહ્યું છે ષડયંત્ર
જોગીને 9 મેના દિવસે કાર્ડિયાર એરેસ્ટ બાદ રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ સીએમનાં સ્ટાફે જણાવ્યું કે, 9 મેનો સવારનો નાસ્તો કતા જોગીને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો અને શ્વાસ લેવામાં સમસ્યા થવા લાગી. પત્ની રેણુ જોગી તેમની પાસે હતા. તેમણે ઘરે હાજર સ્ટાફને તેની માહિતી આપી. ત્યાર બાદ તેમને તત્કાલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેમની સ્થિતી ગંભીર હોવાને કારણે તેમને તત્કાલ વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા. પિતાની તબિયત ખરાબ હોવાની માહિતી મળતાની સાથે જ પુત્ર અજીત જોગી પણ બિલાસપુર પહોંચી ગયા હતા.
શું એકવાર ફરીથી લંબાશે Lockdown? કેવી મળશે છૂટછાટ, PM મોદી અને ગૃહમંત્રીની મહત્વની બેઠક
લાંબો સમય કોંગ્રેસમાં રહ્યા જોગી
અલગ છત્તીસગઢની રચના બાદ પહેલા મુખ્યમંત્રી બનેલા જોગી પોતાના અંતિમ સમયમાં છત્તીસગઢ જોગી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઇ ચુક્યા હતા. તેમણે પોતે જ આ પાર્ટીની રચના કરી હતી. જો કે આ અગાઉ તેઓ કોંગ્રેસમાં લાંબો સમય સુધી રહ્યા હતા. આઇએએસની નોકરી છોડીને રાજનીતિમાં આવેલા જોગી રાજ્ય વિધઆનસભા, લોકસભા, રાજ્યસભા અને કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી પણ રહી ચુક્યા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube