શું એકવાર ફરીથી લંબાશે Lockdown? કેવી મળશે છૂટછાટ, PM મોદી અને ગૃહમંત્રીની મહત્વની બેઠક
કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને આગળ વધારવું કે નહીં? શુક્રવારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે બેઠક કરી છે જેમા્ં આ સવાલ સૌથી ઉપર રહ્યો. 31મી મેના રોજ લોકડાઉનનો ચોથો તબક્કો ખતમ થઈ રહ્યો છે. શાહે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ અંગે વાત કરી હતી. તેમની પાસેથી મળેલા ફીડબેકને તેમણે પ્રધાનમંત્રી સાથે શેર કર્યાં અને આગળની રણનીતિ પર વાત થઈ. અનેક રાજ્યોએ લોકડાઉન લંબાવવાની વાત કરી છે પરંતુ તેઓ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય કરવા પણ માંગે છે. આજની બેઠકમાં લોકડાઉન 5 અંગે ગાઢ મનોમંથન થઈ રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને આગળ વધારવું કે નહીં? શુક્રવારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે બેઠક કરી છે જેમાં આ સવાલ સૌથી ઉપર રહ્યો હતો. 31મી મેના રોજ લોકડાઉનનો ચોથો તબક્કો ખતમ થઈ રહ્યો છે. શાહે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ અંગે વાત કરી હતી. તેમની પાસેથી મળેલા ફીડબેકને તેમણે પ્રધાનમંત્રી સાથે શેર કર્યાં અને આગળની રણનીતિ પર વાત થઈ. અનેક રાજ્યોએ લોકડાઉન લંબાવવાની વાત કરી છે પરંતુ તેઓ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય કરવા પણ માંગે છે. આજની બેઠકમાં લોકડાઉન 5 અંગે ગાઢ મનોમંથન થઈ રહ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકડાઉન 5ને લઈને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. ગૃહ મંત્રીએ મુખ્યમંત્રીઓ પાસેથી રાજ્યોની સ્થિતિ અને લોકડાઉનને લઈને તેમના મત જાણ્યા હતાં. લોકડાઉનના ચોથા તબક્કાની સમાપ્તિથી ફક્ત ત્રણ દિવસ પહેલા જ ગૃહમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પહેલીવાર એવું બન્યું કે જ્યારે ગૃહમંત્રીએ લોકડાઉનના એક વધુ તબક્કાની સમાપ્તિ પહેલા મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તેમના વિચાર જાણ્યાં.
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને સૌથી પહેલા 25મી માર્ચના રોજ લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તે ત્રણવાર આગળ વધારવામાં આવ્યું. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ગૃહ મંત્રીએ તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને લોકડાઉનને 31મી મે બાદ આગળ વધારવા પર તેમના વિચાર જાણ્યાં.
જુઓ LIVE TV
મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં શાહે રાજોયની ચિંતાજનક સ્થિતિવાળા વિસ્તારો અંગે તેમના વિચાર જાણ્યા અને એક જૂન બાદ કયા વિસ્તારોને તેઓ ખુલ્લા મૂકવા માંગે છે તે અંગે પણ પ્રતિભાવો મેળવ્યાં. રસપ્રદ છે કે અત્યાર સુધી દરેક તબક્કામાં લોકડાઉન વધારતા પહેલા પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તેમના વિચાર જાણતા હતાં પીએમ મોદી સાથે મુખ્યમંત્રીઓની વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન શાહ પણ હાજર રહેતા હતાં.
એક અન્ય અધિકારીએ જણાવ્યું કે હાલ મુખ્યમંત્રીઓના અભિપ્રાયો વિશે જાણવા મળ્યું નથી પરંતુ એવું સમજવામાં આવી રહ્યું છે કે તેમાથી મોટાભાગના એક પ્રકારે લોકડાઉન ચાલુ રાખવા માંગે છે. આ સાથે જ તેઓ આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા અને જનજીવન સામાન્ય કરવાના પક્ષમાં પણ છે. શક્ય છે કે આગામી ત્રણ દિવસમાં કેન્દ્ર સરકાર લોકડાઉન પર પોતાનો નિર્ણય જણાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે