Maharashtra: આ પૂર્વ CMના માથે ફડણવીસની સરકાર બચાવવાની જવાબદારી, બહુમત ભેગુ કરી ઉતારશે `કરજ`!
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે એ લોકોમાં સામેલ છે જેમને ભાજપે કોઈ પણ કિંમતે દેવેન્દ્ર ફડણવીસની સરકાર માટે બહુમતનો બંદોબસ્ત કરવા મોરચે લગાડ્યા છે. ભાજપના કોટામાંથી રાજ્યસભાના સાંસદ બનેલા રાણે આ મોરચે લાગવા પાછળનું એક કારણ એ છે કે તેઓ શિવસેના અને કોંગ્રેસમાં લાંબા સમય સુધી રહી ચૂકેલા છે
નવી દિલ્હી: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે એ લોકોમાં સામેલ છે જેમને ભાજપે કોઈ પણ કિંમતે દેવેન્દ્ર ફડણવીસની સરકાર માટે બહુમતનો બંદોબસ્ત કરવા મોરચે લગાડ્યા છે. ભાજપના કોટામાંથી રાજ્યસભાના સાંસદ બનેલા રાણે આ મોરચે લાગવા પાછળનું એક કારણ એ છે કે તેઓ શિવસેના અને કોંગ્રેસમાં લાંબા સમય સુધી રહી ચૂકેલા છે. બંને પક્ષોમાં આજે પણ વરિષ્ઠ નેતાઓથી લઈને વિધાયકો સુધી રાણેના અંગત સંબંધો છે. કોંગ્રેસના નેતાઓ સાથે પણ તેમના સારા સંબંધો હોવાનું કહેવાય છે. તેઓ સાર્વજનિક રીતે કહે છે કે, 'મારા મિત્રો દરેક જગ્યાએ છે. શિવસેનામાં ઉદ્ધવ અને કોંગ્રેસમાં અશોક ચૌહાણને છોડીને બધા મારા મિત્રો છે.'
અજિત પવાર બાદ હવે NCP નેતા ધનંજય મુંડેએ ફોડ્યો 'ટ્વીટ બોમ્બ', જાણો શું કહ્યું?
આ ચર્ચિત નિવેદન તેમણે વર્ષ 2017માં કોંગ્રેસ છોડતી વખતે આપ્યું હતું. તેઓ અજિત પવારના સહયોગથી ફડણવીસના નેતૃત્વમાં બનેલી સરકાર માટે બહુમતનો જુગાડ કરીને ભાજપના કોટાથી મળેલી રાજ્યસભાની બેઠક મળવાનો કરજ ઉતારવા માંગે છે. વર્ષ 2018માં ગઠબંધન સહયોગી શિવસેનાના ભારે વિરોધ બાદ પણ ભાજપે તેમને પોતાના કોટાથી રાજ્યસભામાં મોકલ્યા હતાં. વિધાનસભા ચૂંટણી વખતે તેમની પાર્ટી મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષનો વિલય કરીને દેવેન્દ્ર ફડણવીસે તેમને ભાજપમાં સામેલ કર્યા હતાં.
મહારાષ્ટ્રમાં હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે શરદ પવારનો 'જમણો હાથ' બે દિવસથી ક્યાં ગાયબ?
ભાજપની સરકાર બનાવવા માટે પૂરેપૂરી કોશિશ કરીશ
12 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ નારાયણ રાણેએ કહ્યું હતું કે ભાજપની સરકાર બનાવવા માટે હું પૂરેપૂરી કોશિશ કરીશ. સરકાર બનાવવા માટે જે પણ કરવું પડશે તે કરીશ. સામ, દામ, દંડ, ભેદ તો શિવસેનાએ જ મને શિખવાડ્યા છે. નારાયણ રાણે અગાઉ કહી ચૂક્યા છે કે ભાજપ પાસે 105 ધારાસભ્યો છે અને પાર્ટીએ ફક્ત 40થી 45 વિધાયકોના સમર્થનની જ વ્યવસ્થા કરવાની છે. નારાયણ રાણે કિશોર અવસ્થામાં જ શિવસેના સાથે જોડાયા હતાં. બાળાસાહેબ ઠાકરેએ વર્ષ 1999માં તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવ્યાં હતાં. તે વખતે બાળાસાહેબે મનોહર જોશીના સ્થાને તેમની તાજપોશી કરી હતી. પરંતુ નારાયણ રાણેને બાળા સાહેબના પુત્ર ઉદ્ધવ ઠાકરે સાથે ક્યારેય મનમેળ પડ્યો નહીં.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube