મહારાષ્ટ્રમાં હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે શરદ પવારનો 'જમણો હાથ' બે દિવસથી ક્યાં ગાયબ? 

મહારાષ્ટ્ર(Maharashtra)માં અજિત પવારના નેતૃત્વમાં ગયેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાયકોને ફરીથી શરદ પવાર(Sharad Pawar) ના સમર્થનમાં લાવવાની કવાયત વચ્ચે શરદ પવારના નીકટ ગણાતા ખાસમખાસ પ્રફુલ્લ પટેલ આ રાજકીય ઉથલપાથલમા ક્યાંય સક્રિય જોવા મળી રહ્યાં નથી. પ્રફુલ્લ પટેલ(Praful Patel) છેલ્લા બે દિવસથી ટ્વીટર ઉપર પણ સક્રિય નથી. તેમણે શુક્રવારે ફૂટબોલને લઈને ટ્વીટ કરી હતી. પરંતુ ત્યારબાદ તેમણે અજિત પવાર(Ajit Pawar) ના પાર્ટી સાથેના બળવા પર કશું કહ્યું નથી. અજિત પવારને મનાવવાની ત્રણ કોશિશો નિષ્ફળ ગઈ છે. 

Trending Photos

મહારાષ્ટ્રમાં હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે શરદ પવારનો 'જમણો હાથ' બે દિવસથી ક્યાં ગાયબ? 

નવી દિલ્હી: મહારાષ્ટ્ર(Maharashtra)માં અજિત પવારના નેતૃત્વમાં ગયેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાયકોને ફરીથી શરદ પવાર(Sharad Pawar) ના સમર્થનમાં લાવવાની કવાયત વચ્ચે શરદ પવારના નીકટ ગણાતા ખાસમખાસ પ્રફુલ્લ પટેલ આ રાજકીય ઉથલપાથલમા ક્યાંય સક્રિય જોવા મળી રહ્યાં નથી. પ્રફુલ્લ પટેલ(Praful Patel) છેલ્લા બે દિવસથી ટ્વીટર ઉપર પણ સક્રિય નથી. તેમણે શુક્રવારે ફૂટબોલને લઈને ટ્વીટ કરી હતી. પરંતુ ત્યારબાદ તેમણે અજિત પવાર(Ajit Pawar) ના પાર્ટી સાથેના બળવા પર કશું કહ્યું નથી. અજિત પવારને મનાવવાની ત્રણ કોશિશો નિષ્ફળ ગઈ છે. 

જેમાં બે કોશિશ શનિવારે કરાઈ હતી. જેમાં દિલીપ વલસે પાટિલ અને હસન મુશરીફે તેમની મુલાકાત કરી હતી. વધુ એક કોશિશ શનિવારે કરાઈ. રવિવારે શરદ પવારે જયંત પાટિલને તેમની પાસે મોકલ્યા હતાં. આવી વાતચીત માટે શરદ પવાર મોટેભાગે પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ ઉપર વધુ નિર્ભર રહે છે. પ્રફુલ્લ પટેલ એર ઈન્ડિયા કૌભાંડમાં તપાસનો સામનો કરી રહ્યાં છે. એનસીપીના એક સૂત્રએ જણાવે છે કે કૌભાંડમાં તપાસથી બચવા માટે તેઓ શાંત છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે જ્યારે શરદ પવાર પોતે જ આખો મામલો સંભાળી રહ્યાં છે તો બીજા કોઈએ શું જરૂર છે. 

આ બાજુ પાર્ટીના કેટલાક લોકોનું કહેવું છે કે પ્રફુલ્લ પટેલને અજિત પવારના બળવાની ગંધ આવી ગઈ હતી. પરંતુ તેમણે પાર્ટીને સમયસર જણાવ્યું નહીં. એનસીપી નેતા તેમને લઈને સતર્ક છે. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે અગાઉ કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ફ્લોર ટેસ્ટ પર ભાર મૂકવાની જગ્યાએ રાજીનામું આપી દેવું જોઈએ. 

મલિકે કહ્યું કે જ્યાં સુધી વિધાયકોનો સંબંધ છે તો પાંચ વિધાયકો સંપર્કમાં નહતાં. તેમાંથી બે પાછા આવી ગયા છે. ત્રીજા વિધાયકે વીડિયોના માધ્યમથી પોતાનો સંદેશો મોકલ્યો છે. અમારા તમામ વિધાયકો આજ સાંજ સુધીમાં પાછા આવી જશે. મલિકે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર સરકાર પાસે પૂરતા વિધાયકોનું સમર્થન નથી. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે દેવેન્દ્રજી રાજીનામું આપી દે. જો તેઓ રાજીનામું ન આપે તો અમે ચોક્કસ વિધાનસભામાં સરકારને હરાવીશું અને નવી સરકાર બનાવીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news