પટના: બિહાર સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રહી ચુકેલા મંજૂ વર્માએ આર્મ્સ એક્ટના એક મામલે આજે (મંગળવારે) બેગૂસરાયની સ્થાનીય કોર્ટમાં સરેન્ડર કર્યું છે. હાલમાં જ બિહાર પોલીસે બેગૂસરાય સ્થિત તેમના આવાસની તપાસ હાથ ધરી હતી. મંજૂ વર્મા બુર્ખાની આડમાં બેગૂસરાયની મંઝૌલ અનુમંડળ કોર્ટ પહોંચી અને ત્યાં તેમણે સરેન્ડર કર્યું હતું. કોર્ટે તેમને એક ડિસેમ્બરે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુઝફ્ફરપુર બાલિકાગૃહ કાંડના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરથી મંજૂ વર્માના પતિ ચંદ્રશેખર વર્માના સંબંધનો ખુલાસો થયો હતો. હાલમાં જ ચંદ્રશેખર વર્માએ પણ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.


ઉલ્લેખનીય છે કે બિહારના મુઝફ્ફરપુરમાં 34 બાળકીઓ સાથે રેપની ઘટના સામે આવ્યા બાદ બ્રજેશ ઠાકુરથી સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માના પતિ ચંદ્રશેખર વર્માના સંબંધો સામે આવ્યા હતા. આ ખુલાસા બાદ મંજૂ વર્માને પદ પરથી રાજૂનામું આપવું પડ્યું હતું. પૂર્વ મંત્રી મંજૂ વર્મા ઘણા દિવસોથી ફરાર હતા.


પૂર્વ મંત્રી મંજૂ વર્માના કારણે સતત મૂંઝવણ અનુભવી રહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે હાલમાં જ તેમણે મંજૂ વર્મા પર કાર્યવાહી કરવાની અનુમતી આપી હતી. જેડીયૂ પ્રદેશ નેતૃત્વ વશિષ્ટ નારાયણ સિંહે મંજૂ વર્માને પાર્ટીથી સસ્પેન્ડ કર્યા હતા. મંજૂ વર્માને લઇ સુપ્રીમ કોર્ટ સતત બિહાર સરકારને ઠપકો આપી રહી હતી.


સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમને આશ્ચર્ય થાય છે કે એક મહિનાથી વધારે સમય થઇ ગયો અને પોલીસ પૂર્વ મંત્રીનો કોઇ સમાચાર મેળવી શકી નથી. સુપ્રીમ કોર્ટે ડીજીપી અને મુખ્ય સચિવને 27 નવેમ્બરે હાજર થવાના આદેશ પણ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ડીજીપી અને મુખ્ય સચિવ સ્પષ્ટ કરે કે તેમને મંજૂ વર્માની હજૂ સુધી કેમ ધરપકડ કરી નથી.


સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે પોલીસે એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેઓ મંજુ વર્માને પકડી શકી નથી, જ્યારે તેઓ આર્મ્સ એક્ટમાં વોન્ટેડ છે અને મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલે મુખ્ય આરોપીના નજીક પણ છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...