નાગપુર પહોંચ્યા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી, કાલે RSSના કાર્યક્રમમાં થશે સામેલ
જાણવા મળી રહ્યું છે કે, આ દરમિયાન પ્રણબ દા આશરે 800 કાર્યકર્તાઓને સંબોધિત કરશે. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના આમંત્રણનો પ્રણબ મુખર્જી દ્વારા સ્વીકાર કરાયા બાદ રાજકીય પાર્ટીઓમાં ભૂકંપ આવી ગયો હતો.
નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમમાં સામેલ થવા માટે નાગપુર પહોંચી ગયા છે. સાંજે આશરે 5 કલાકે પૂર્વ રાષ્ટ્રપતિ નાગપુર એરપોર્ટ પર ઉતર્યા. એરપોર્ટ પર સંઘના કાર્યકર્તાઓએ પૂર્વ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું. ગુરૂવારે પ્રણબ મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. અહીં પ્રણબ મુખર્જી સંઘના શિક્ષા વર્ગને સંબોધિત કરશે. તેવું જાણવા મળી રહ્યું છે કે, આ દરમિયાન પ્રણબ દા આશરે 800 કાર્યકર્તાઓને સંબોધિત કરશે. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના આમંત્રણનો પ્રણબ મુખર્જી દ્વારા સ્વીકાર કરાયા બાદ રાજકીય પાર્ટીઓમાં ભૂકંપ આવી ગયો હતો.
કોંગ્રેસના ઘણા નેતાઓએ પોતાના આ જૂના દિગ્ગજ નેતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો આગ્રહ પણ કરી દીધો. સેક્યુલર વિચારધારાને કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે, પ્રણબ મુખર્જીની આ યાત્રાથી આરએસએસના વિચારોની એક પ્રકારે સ્વીકાર્યતા વધશે.
કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું છે, પ્રણબ દાએ હંમેશા આરએસએસની વિરુદ્ધ રાજનીતિ કરી છે. તેમના જવાથી આરએસએસની વિશ્વસનીયતા વધશે. સંઘ પ્રચારક ઇંદ્રેશ કુમારે કહ્યું કે, પ્રણબ મુખર્જીના આવવાથી નફરતો દૂર થશે. તેમણે કહ્યું કે, પ્રણબ મુખર્જી પાસેથી કોંગ્રેસે પ્રસન્નતા શીખવી જોઈએ, તે ભારતીય હોવાને નાતે સંઘના કાર્યક્રમમાં આવી રહ્યાં છે.
બીજીતરફ કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિદેએ કહ્યું, મને લાગે છે કે પ્રણબ મુખર્જી સંઘના કાર્યક્રમમાં ધર્મનિરપેક્ષતાન પક્ષ રાખશે. એનસીસી નેતા માજીદ મેમને કહ્યું, હોઈ શકે કે પ્રણબ દા સંઘને કંઇક સમજાવવાનો પ્રયત્ન કરે કે, તમારા વિચાર દેશ માટે યોગ્ય નથી.