નવી દિલ્હી : ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, સંગીતકાર ભુપેન હજારિકા અને નાનાજી દેશમુખને ગુરૂવારે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કર્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, સંગીતકાર ભુપેન હજારિકા અને સમાજસેવી નાનાજી દેશમુખને મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્ર જોગ સંદેશમાં PM મોદીનાં 10 વચન જે ભાવિકાશ્મીરનું નિર્માણ કરશે...
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે આ વર્ષે ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી) ની પૂર્વ સંધ્યા પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપરાંત સમાજસેવી નાનાજી દેશમુખ અને પ્રખ્યાત સંગીતકાર અને ગાયક ભુપેન હજારિકાને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. દિવંગત સામાજિક કાર્યકર્તા નાનાજી દેશમુખનાં બદલે દીન દયાલ રિસર્ચ ઇંસ્ટિટ્યૂટનાં ચેરમેન વીરેન્દ્રજીત સિંહે ભારત રત્ન સન્માન ગ્રહણ કર્યું. દિવંગત ગાયક ભૂપેનહજારિકાનાં સ્થાને તેનાં પુત્ર તેજ હજારિકાએ ભારત રત્નનું સન્માન સ્વિકાર્યું હતું. 


PM મોદીએ જેનો ઉલ્લેખ સંજીવની જડીબુટ્ટી તરીકે કર્યો, તે અંગે જાણો...
J&K ના યુવાનોને PM મોદીનું વચન, ખીણમાં નોકરીઓનું ઘોડાપુર લાવશે
પ્રણવ મુખર્જી જુલાઇ 2012થી જુલાઇ 2017 સુધી દેશનાં રાષ્ટ્રપતિ રહ્યા. આ અગાઉ તેમણે નાણા, સંરક્ષણ અને વિદેશ જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી પણ સંભાળી હતી. વર્ષ 2004થી 2012 સુધી કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારમાં તેમને પ્રમુખ સંકટમોચક માનવામાં આવે છે. મુખર્જી 1982માં 47 વર્ષની ઉંમરે દેશનાં સૌથી ઓછી ઉંમરના નાણામંત્રી બન્યા હતા. વર્ષ 2004થી તેમણે ત્રણ મહત્વપુર્ણ મંત્રાલયો વિદેશ મંત્રાલયો, સંરક્ષણ અને નાણામંત્રાલયનું કામકાજ સંભાળ્યું હતું. પ્રણવ દાનાં નામથી પ્રખ્યાત મુખર્જી 2012-2017 સુધી દેશનાં રાષ્ટ્રપતિ રહ્યા હતા. ગત્ત વર્ષે નાગપુરમાં આરએસએસનાં એક કાર્યક્રમમાં ભાગ લેવા અંગે મુખર્જીને કેટલાક લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.