J&K ના યુવાનોને PM મોદીનું વચન, ખીણમાં નોકરીઓનું ઘોડાપુર લાવશે

જમ્મુ કાશ્મીરમાં અનુચ્ઝેદ 370 હેઠળ મળેલા સ્પેશ્યલ સ્ટેટસનો દરજ્જો ખતમ કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

J&K ના યુવાનોને PM મોદીનું વચન, ખીણમાં નોકરીઓનું ઘોડાપુર લાવશે

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હેઠળ મળેલા સ્પેશ્યલ સ્ટેટસનો દરજ્જો ખતમ કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન સામે આવ્યું. જેમાં પહેલીવાર જમ્મુ કાશ્મીરનાં યુવાનોને રોજગારનો વિશ્વાસ આપ્યો. તેમણે કહ્યું કે, અન્ય રાજ્યોની જેમ અહીં પણ નોકરીઓનું સર્જન મોટા પ્રમાણમાં થશે.

PM મોદીએ જેનો ઉલ્લેખ સંજીવની જડીબુટ્ટી તરીકે કર્યો, તે અંગે જાણો...
સેન્ટ્રલ સ્ટેટના ખાલી પદ ભરવામાં આવશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઝડપથી કેન્દ્રીય અને રાજ્યનાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર પબ્લિક સેક્ટરનાં યુવાનોને રોજગાર સાથે જોડવાનો ભરોસો આપ્યો. 

PM મોદીએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખનાં 4 હીરોને યાદ કરી આપ્યો મોટો સંદેશ
સેન્ટ્રલ સ્ટેટનાં ખાલી પદ ભરવામાં આવશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઝડપથી કેન્દ્રીય અને રાજ્યનાં ખાલી પડેલા પદોને ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર પબ્લિક સેક્ટરની જરૂર પણ ત્યાના યુવાનોને નોકરી આપીને પુર્ણ કરશે. વડાપ્રધાને કહ્યું કે, યુવાનોને સરકારી જ નહી પ્રાઇવેટ સેક્ટરની નોકરી આપવામાં આવશે. સેના અને અર્ધસૈનિક દળોની ભરતી માટે અહીં ખુલી ભરતી થશે. વડાપ્રધાને કહ્યું કે, યુવાનોને સરકારી જ નહી પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી અપાશે. સેના અને અર્ધસૈનિક દળોની ભરતી માટે પ્રોત્સાહીત કરાશે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં એક નવા યુગની શરૂઆત થઈ છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અન્ય રાજ્યો જેવી જ સુવિધા મળશે
વડાપ્રધાને કર્મચારીઓને કહ્યું કે, તેમને રાજ્ય અને કેન્દ્ર દ્વારા મળનારા તમામ સુવિધાઓ મળશે. તેમાં જ્મ્મુ કાશ્મીર પોલીસનો પણ સમાવેશ થાય છે, તેમને બીજા રાજ્યોની જેમ જ એલટીસી, હાઉસ રેંટ એલાઉન્સ, બાળકોનાં શિક્ષણ માટે એલાઉન્સ અને હેલ્થ એલાઉન્સ આ પરિવારોને નથી મળતી. આવી સુવિધાઓને તત્કાલ રિવીક કરાવીને તેમને આ સુવિધાઓ આપવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે, યુવાનો માટે વડાપ્રધાન સ્કોલરશીપ યોજનાનાં વિસ્તરણ કરવામાં આવશે જેથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓને તેનો ફાયદો મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news