રાષ્ટ્ર જોગ સંદેશમાં PM મોદીનાં 10 વચન જે ભાવિકાશ્મીરનું નિર્માણ કરશે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં જમ્મુ કાશ્મીરનાં યુવાનોને રાજ્યનાં એક સુંદર કાલનું વચન આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ યુવાનોને મુખ્યધારામાં લાવવાની સાથે જ કરપ્શનમાંથી નિજાત અપાવવા અને રોજગાર સાથે જોડવાનું વચન પણ આપ્યું જો કે તેમનાં સંબોધનથી ઉડીને આંખે વળગે તેવી 10 મહત્વની વાતો...
રાષ્ટ્ર જોગ સંદેશમાં PM મોદીનાં 10 વચન જે ભાવિકાશ્મીરનું નિર્માણ કરશે...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં જમ્મુ કાશ્મીરનાં યુવાનોને રાજ્યનાં એક સુંદર કાલનું વચન આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ યુવાનોને મુખ્યધારામાં લાવવાની સાથે જ કરપ્શનમાંથી નિજાત અપાવવા અને રોજગાર સાથે જોડવાનું વચન પણ આપ્યું જો કે તેમનાં સંબોધનથી ઉડીને આંખે વળગે તેવી 10 મહત્વની વાતો...
1. સફાઇ કર્મચારીઓને ઇંસાફ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશનાં અન્ય રાજ્યોમાં સફાઇ કર્મચારીઓ માટે સફાઇ કર્મચારી એક્ટ લાગુ છે. જો કે જમ્મુ કાશ્મીરમાં આ એક્ટ લાગુ નથી. જે હવે લાગુ પડશે. તેમને હવે આનો ફાયદો મળશે. 
2. દલિતોનાં હિતની વાત
દેશનાં અન્ય રાજ્યોમાં દલિતો પર અત્યાચાર રોકવા માટે કડક કાયદો લાગુ છે. જો કે જમ્મુ કાશ્મીરમાં એવું નહોતું. હવે તેમને કાયદા અનુસાર સંરક્ષણ મળશે. દલિતોને તેનો ફાયદો મળશે. 
3. લઘુમતીને અપાયું વચન
દેશનાં અન્ય રાજ્યોમાં લઘુમતીનાં હિતોના સંરક્ષણ માટે માઇનોરિટી એક્ટ લાગુ છે, જો કે જમ્મુ કાશ્મીરમાં એવું નહોતું. હવે અહીં પણ આ એક્ટ લાગુ થશે. 
4. મજુરોને મળશે પુરી મજુરી
દેશનાં અન્ય રાજ્યોમાં શ્રમિકોનાં હિતોના સંરક્ષણ માટે Minimum Wages Act લાગુ છે, પરંતુ જમ્મુ કાશ્મીરમાં તે માત્ર કાગળ પર જ મળતું હતું, જે હવે મળશે. શ્રમીકોને તેમનો હક મળશે. 
5. સરકારી કર્મચારી/ પોલીસને ફાયદાનું વચન
નવી વ્યવસ્થામાં કેન્દ્ર સરકારની આ પ્રાથમિકતા રહેશે કે રાજ્યનાં કર્મચારીઓને જમ્મુ કાશ્મીર પોલીસને અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોનાં કર્મચારીઓ અને ત્યાંની પોલીસ અંગે બરાબરની સુવિધા મળશે. 
6. રોજગારનું વચન
ઝડપથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કેન્દ્રીય અને રાજ્યનાં ખાલી પડેલા પદો ભરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. તેના કારણે સ્થાનિક નવયુવાનોને રોજગારનાં અવસર પુરા પાડવામાં આવશે. અહીં કેન્દ્રની પબ્લિક સેક્ટર યૂનિટ્સ અને પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓને પણ રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. 
7. કરપ્શન મુક્ત રાજ્ય
અમે જમ્મુ કાશ્મીર તંત્રમાં એ નવી કાર્યસંસ્કૃતી લાવવા, પારદર્શિતા લાવવાનો પ્રયાસ કર્યો છે તેનું પરિણામ છે કે IIT,IIM, એઇમ્સ હોય તમામ ઇરિગેશન પ્રોજેક્ટ હોય, પાવર પ્રોજેક્ટ હોય, એન્ટી કરપ્શન બ્યૂરો આ તમામનાં કામમાં ઝડપ આવી છે. 
8. શરણાર્થીઓને મતદાનનો અધિકાર
જમ્મુ કાશ્મીરમાં દશકોથી હજારોની સંખ્યામાં એવા ભાઇઓ બહેનો રહે છે જેમને લોકસભા ચૂંટણીમાં તો મતદાનનો અધિકાર હતો, પરંતુ તેઓ વિધાનસભા અને સ્થાનિક નિગમની ચૂંટણીમાં મતદાન નહોતા કરી શકતા હતા. તેઓ જે વહેંચણી બાદ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. 
9. બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલનું વચન
હું રાજ્યનાં ગવર્નરને પણ અપીલ કરીશ કે બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની રચના, જે છેલ્લા 3 દશકથી નથી થઇ તેને પુર્ણ કરવાનું કામ ખુબ જ ઝડપથી કરવામાં આવે. 
10. યુવાનોનું નેતૃત્વ
તેમણે યુવાનો માટે મારા યુવા, જમ્મુ કાશ્મીરનાં વિકાસનું નેતૃત્વ કરશે અને તેમને નવી ઉંચાઇ પર લઇ જશે. તેઓ તમામ ક્ષેત્રોમાં કાશ્મીરને રિપ્રેઝન્ટ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news