નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ના સરસંઘ સંચાલક મોહન ભાગવત એક મંચ પર જોવા મળશે. રાષ્ટ્રપતિ બન્યા પહેલા કોંગ્રેસની ગત સરકારોમાં નાણા, રક્ષા જેવા મહત્વના મંત્રાલય સંભાળનાર પ્રણવ મુખર્જી સતત ભાજપ અને આરએસએસ પર હુમલાવર રહ્યાં છે. તેવામાં તેમનું આરએસએસના કાર્યક્રમમાં મહેમાન બનવાના સમાચાર લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે. સૂત્રો પ્રમાણે આરએસએસ તરફથી પ્રણવ મુખર્જીને કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરએસએસ તરફથી આવવાની જાણકારી પ્રમાણે 7 જૂને તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગ કાર્યક્રમ યોજાશે. તેમાં પ્રણવ મુખર્જી હાજરી આપે તેવી સંભાવના છે. આ કાર્યક્રમ નાગપુરના રેશ બાગ સ્થિત સંઘ મુખ્યાલય પર યોજાશે. આ બાબતે પ્રણવ મુખર્જી તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે, તે કાર્યક્રમમાં હાજરી આપશે કે નહીં. 


જો પ્રણવ મુખર્જી આરએસએસના આ કાર્યક્રમમાં પહોંચે છે તો તે 800 સ્વંયસેવકોને સંબોધિત કરશે. જે દરમિયાન પ્રણવ મુખર્જી મંચ પર હાજર રહેશે, આ દરમિયાન મોહન ભાગવત પણ ત્યાં હાજર હશે. 


મહત્વનું છે કે, મનમોહન સિંહની સરકારમાં ગૃહ પ્રધાન રહેલા પી ચિદમ્બરે ભગવા આંતક શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેનો આરએસએસે જોરદાર વિરોધ કર્યો હતો. તે સમયે પ્રણવ મુખર્જી પણ સરકારમાં સામેલ હતા, પરંતુ તેમણે કોઈ વિરોધ વ્યક્ત કર્યો ન હતો. 


આ સિવાય પ્રણવ મુખર્જીના રાષ્ટ્રપતિ રહેલા હાલની ભાજપ સરકાર અને પીએમ નરેન્દ્ર મોદીની સાથે સારા સંબંધ રહ્યાં. પીએમ મોદી જાહેરમાં પ્રણવ મુખર્જીની પ્રશંસા કરી ચૂક્યા છે. બીજીતરફ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પાર્ટીના તમામ નેતા આરએસએસ પ્રત્યે આક્રમક વલણ અપનાવતા રહ્યાં છે.