Ration Card: લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે. દેશભરમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારનો બીજો કાર્યકાળ પુરો થઇ જશે. મોદી સરકાર તરફથી પહેલાં અને બીજા કાર્યકાળમાં સામાન્ય જનતા માટે મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરવામાં આવી. આ સરકારી યોજનાનો ફાયદો કરોડો લોકોને મળે ચે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં કોવિડ 19 મહામારી દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) મફત અનાજ આપવાનું શરૂ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નાનકડું ફળ છે કેલરી અને વિટામીનનો ખજાનો, વજન ઘટાડવા અને કેન્સર માટે છે ફાયદાકારક
Aaj ka Panchang: આજથી હોળાષ્ટક શરૂ, વાંચો 17 માર્ચનું પંચાંગ, જાણો તિથિ અને રાહુકાળ


નવેમ્બર 2023 માં આપી મંજૂરી
કેન્દ્ર સરકરની આ યોજના અંતગર્ત દેશની લગભગ 81 કરોડ જનતાને 2028 સુધી ફ્રી રાશન મળવાનું ચાલુ રહેશે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા નવેમ્બર 2023 માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ને પાંચ વર્ષ માટે આગળ વધારવાની મંજૂરી આપી દીધી છે. યોજનાને આગળ વધારતા સરકાર તરફથી લગભગ 11.8 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. યોજનાના વિસ્તારને 1 જાન્યુઆરી 2028 થી લાગૂ કરવામાં આવશે. 


Ambani Family: અંબાણી પરિવારનો નથી આ સભ્ય, તો પણ છે ખાસ, બધાની આંખો તારો છે હેપ્પી
શું છે CVIGIL App, કેમ ધ્રૂજે છે ઉમેદવારો? ચૂંટણી પંચે વોટર્સના હાથમાં આપ્યું હથિયાર


5 કિલો ચોખા અને 5 કિલો ઘઉં ફ્રી
તમને જણાવી દઈએ કે કોવિડ મહામારીને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન સરકારે પ્રથમ વખત ત્રણ મહિના માટે આ યોજના શરૂ કરી હતી. આ યોજના શરૂ કરવાનો હેતુ કારખાનાઓ બંધ થયા પછી દરેક વ્યક્તિને અનાજ આપવાનો હતો. મફત રાશન યોજના હેઠળ, સરકાર ગરીબ પરિવારોને માસિક ધોરણે 5 કિલો ચોખા અને 5 કિલો ઘઉં મફત આપે છે. આ ઉપરાંત દરેક પરિવારને દર મહિને એક કિલો દાળ પણ મફત આપવામાં આવે છે.


Weather Report: મૌસમે બદલ્યો મિજાજ, આગામી 4 સુધી આ રાજ્યોમાં વરસાદની આગાહી
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર, 7 તબક્કામાં યોજાશે મતદાન, 4 જૂને જાહેર થશે પરિણામ


રાશન દુકાનો દ્વારા મળે છે અનાજ
કેન્દ્રએ વધુ અનાજ આપવા માટે 2020માં શરૂ થયેલી આ યોજનાને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA)માં સામેલ કરવાનો નિર્ણય કર્યો. જેમાં લગભગ 75 ટકા ગ્રામીણ અને 50 ટકા શહેરી વસ્તીનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા આપવામાં આવેલ રાશન વાજબી ભાવની દુકાનો (FPS) દ્વારા વિતરણ કરવામાં આવે છે. લાભાર્થીઓ તેમના રેશનકાર્ડ દ્વારા રાશન મેળવી શકે છે.


ચૂંટણીની તારીખો જાહેર: ઇલેક્શન કાર્ડમાં ઓનલાઇન અપડેટ કરો નવું એડ્રેસ, આ રહી રીત
પોલ બંધ, ન ગાડી, ન જાહેરાતો.... જાણો શું છે આચાર સંહિતા, કયા-કયા લાગશે પ્રતિબંધો


સરકારની આ યોજના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગૂ છે. યોજનાનો ફાયદો ઉઠાવવા માટે લાભાર્થીઓ પાસે માન્ય રાશન કાર્ડ હોવું જરૂરી છે. જો તમારી પાસે રાશન કાર્ડ નથી તો તમે નજીકના એફપીસીએસ અથવા અન્ન વિભાગની ઓફિસનો સંપર્ક કરી શકો છો. યોજના ગરીબો અને જરૂરીયાતમંદ લોકોને ભોજન સુરક્ષા પુરી પાડે છે અને તેમને પોતાની મૂળભૂત જરૂરિયાતોને પુરી કરવામાં મદદ કરે છે. 


તને પ્રમોશન અને પગાર પણ વધારી દઈશ તું મને ખુશ...., જાણી લો છોકરીઓ પાસે કયા છે પાવર
Surya Gochar: સૂર્યદેવને કૃપાથી આ 4 રાશિઓનું ચમકશે નસીબ, ખાતામાં આવશે દે ધના ધન રૂપિયા